અકસ્માત:પાલનપુર નજીક 108 વાનની ટક્કરે કારમાં સવાર 3ને ઇજા - Alviramir

અકસ્માત:પાલનપુર નજીક 108 વાનની ટક્કરે કારમાં સવાર 3ને ઇજા

પાલનપુર2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • પાલનપુરનો પરિવાર અમદાવાદથી આવી રહ્યો હતો ત્યારે અકસ્માત

પાલનપુર – અંબાજી હાઇવે ઉપર વીરપુરના પાટીયા પાસે ગુરૂવારે મોડીરાત્રે વડગામ લોકેશનની 108 અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક મહિલા સહિત ત્રણને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે 108ના ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. વીરપુરના પાટીયા પાસે પેટ્રોલપંપ નજીક ગુરૂવારે મોડીરાત્રે અંબાજી તરફ જઇ રહેલી વડગામ લોકેશનની 108 વાન નં. જીજે. 18. જીએ. 3046ના ચાલકે સામેથી આવી રહેલી કાર નં. જીજે. 01. કેજે. 4795ને સામેથી ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર પાલનપુર સલેમપુરા બહાર શાંતિનગરમાં રહેતા અજયભાઇ લક્ષ્મણભાઇ પરમારને જમણા પગના થાપાના ભાગે, જમણા હાથે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમના પત્નિ વસુંધરાબેનને જમણા પગે જ્યારે હિતેશભાઇ વિનોદભાઇ પરમારને આંખ, મોઢું અને છાતીના ભાગે ઇજાઓ થઇ હતી. જેમને અન્ય 108વાનમાં પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે દિનેશભાઇ મગનભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે પાલનપુરના અજયભાઇ એચ. ડી. એફ. સી. બેંકમાં નોકરી કરે છે. જેમના કાકાના દીકરા હીતેશભાઇના પિતા વિનોદભાઇ અમદાવાદ હોસ્પિટલમાં હોઇ તેઓ કાર લઇને અમદાવાદથી પરત આવતા હતા. ત્યારે 108ના ચાલકે કારને ટક્કર મારી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment