અટકાયત:‘મહીસાગરનો વાઘ બબન’ નામે ડમી એકાઉન્ટથી બીભત્સ પોસ્ટ મૂકનારની અમદાવાદથી અટકાયત - Alviramir

અટકાયત:‘મહીસાગરનો વાઘ બબન’ નામે ડમી એકાઉન્ટથી બીભત્સ પોસ્ટ મૂકનારની અમદાવાદથી અટકાયત

લુણાવાડા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભાજપ અગ્રણીઓ તથા લુણાવાડા ધારાસભ્ય સામે બીભત્સ પોસ્ટ કરતો હતો
  • શખ્સના રિમાન્ડ મંજૂર, મોટાભાગનાએ સાચી પોસ્ટ હોવાનું સમર્થન પણ આપ્યું હતું

છેલ્લા એક વર્ષથી ‘મહીસાગરનો વાઘ બબન’ નામનું ડમી ફેસબુકનું એકાઉન્ટ બનાવી મહીસાગરના ભાજપ અગ્રણીઓ તેમજ લુણાવાડા ધારસભ્ય જીગ્નેશભાઈ સેવક સામે બીભત્સ પોસ્ટ મુકનાર શખ્સની અટકાયત કરાઇ હતી. આ પોસ્ટોને મોટા ભાગના લોકોએ સાચી હોવાનું સમર્થન પણ આપ્યું હતું.

તા.10 નવેમ્બર 21ના રોજ મહીસાગરનો વાઘ બબનના ડમી એકાઉન્ટ પરથી ખોટી પોસ્ટ કરવા બદલ લુણાવાડાના દક્ષેશ પટેલીયા દ્વારા લુણાવાડા ટાઉન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. જેના અનુસંધાને લુણાવાડા પોલીસ દ્વારા સાઇબર ક્રાઈમ હેઠળ ગુનો નોધી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંંતુ આરોપી નહીં પકડાતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. તેઓ દ્વારા માત્ર ગણતરીના દિવસોમાં બિભત્સ પોસ્ટ મૂકનારને પકડી લેવાયો હતો.

જેમાં લુણાવાડાના નીરવ હિતેશકુમાર જોશીની અમદાવાદથી અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી ભાજપના નેતા તેમજ જીગ્નેશભાઈ સેવક ઉપરાંત અન્ય ઇસમો સામે બીભત્સ પોસ્ટ કરવા બદલ તેની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ તેને લુણાવાડા પોલીસને સોપી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે કેટલાય અન્ય ઇસમોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્યની નજીક રહેતો ઇસમ પકડાતાં નગરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ માટે તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment