અટકાયત:મોદીની ફ્રી રેવડી સામે આપનો રોષ, રેલી યોજતા અટકાયત - Alviramir

અટકાયત:મોદીની ફ્રી રેવડી સામે આપનો રોષ, રેલી યોજતા અટકાયત

ભાવનગર33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઘોઘાગેટ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરતા પોલીસ સાથે ખેંચાખેંચીના દ્રશ્યો સર્જાયા

વડાપ્રધાન મોદી દ્વારા ફ્રી રેવડીની કરેલી વાત સામે આમ આદમી પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરી શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે સુત્રોચ્ચાર અને રેલી યોજતાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ફ્રી રેવડીની વાત કરી સામાન્ય જનતાને આપવામાં આવતી સુવિધા બાબતમાં ટીપ્પણી કરી એના વિરુધ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કર્યા હતો.

જે અંતર્ગત કાર્યકરોએ ઘોઘાગેટ ચોકમાં બેનરો અને પોસ્ટરો સાથે સુત્રોચાર સાથે રેલી યોજી હતી .જેમાં અદાણી, અંબાણીને કરોડોના એરપોર્ટ મફત આપવા અને 1 રુપીયા ટોકન દરે હજારો વિઘા જમીન આપવી એ રેવડી વિતરણ છે એમ જણાવ્યુ હતું . જ્યારે પ્રજાને તો એ અલગ અલગ પ્રકારના ટેક્સ ભરે છે તેની અવેજમાં અપાતી ફ્રિ વિજળી, સારુ શિક્ષણ, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ, સારા રસ્તાએ એમનો મુળભુત અધિકાર છે એમ ભાવનગર શહેર પ્રમુખ મહિપાલ સિંહ ઝાલા દ્રારા જણાવવા માં આવ્યુ હતુ. રેલી દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે તમામ કાર્યકર્તાની અટકાયત કરી હતી. અટકાયત કરતા સમયે પોલીસ સાથે કાર્યકરોને ખેંચાખેંચી પણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment