અનાજ કીટ વિતરણ:ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો દ્વારા નરસિંહ ટેકરી, ખારા ફરિયા સંગીતના નીચાણ વિસ્તારમાં અનાજ કીટ વિતરણ કરી - Alviramir

અનાજ કીટ વિતરણ:ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો દ્વારા નરસિંહ ટેકરી, ખારા ફરિયા સંગીતના નીચાણ વિસ્તારમાં અનાજ કીટ વિતરણ કરી

નર્મદા (રાજપીપળા)39 મિનિટ પહેલા

  • ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો દ્વારા નરસિંહ ટેકરી, ખારા ફરિયા સંગીતના નીચાણ વિસ્તારમાં અનાજ કીટ વિતરણ કરી

નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લીધે લોકોના ઘરમાં પાણી ગુસ્યા તો કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી આવી પરિસ્થિતિઓ માં જેમના પર મુશ્કેલીઓ આવી પડી છે. અનાજ નથી ઘરનો ચૂલો સળગાવવા માટે પોતાની અને પરિવારની પરિસ્થિતિઓ વિકટ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભેગા થઈ આવા લોકોની મદદ માટે અનાજ કીટની સહાય કરી કે જેનાથી હાલ તેઓ તૈયારીઓમાં જમવાનું બનાવી ખાઈ શકે.

ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, રાજપીપળા નગર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ડો.રવિ દેશમુખ, કમલેશ પટેલ,ભરતભાઇ વસાવા, જીતેશભાઈ તડવી સહિત સહિત આગેવાનો એ નરસિંહ ટેકરી, ખારા ફરિયા, દેવી પૂજકવાડ વિસ્તારમાં ફૂડ પેકેટ અનાજની કીટ ગરીબ અસરગ્રસ્ત પરિવારોને આપવામાં આવી હતી. આ તમામ વિસ્તારોમાં ભાજપ દ્વારા ભોજન પણ સવાર સાંજ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment