અનોખા 'ગોમાયસી' બીલી:વેજલપુર ખાતે આવેલા બાગાયતી કેન્દ્ર ખાતે તૈયાર થતી બીલીના વૃક્ષોની પ્રજાતિની દેશભરમાં ભારે માંગ; તેના બિલા પણ અતિશય ફળદાયી - Alviramir

અનોખા 'ગોમાયસી' બીલી:વેજલપુર ખાતે આવેલા બાગાયતી કેન્દ્ર ખાતે તૈયાર થતી બીલીના વૃક્ષોની પ્રજાતિની દેશભરમાં ભારે માંગ; તેના બિલા પણ અતિશય ફળદાયી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • There Is A Huge Demand Across The Country For The Beeley Tree Species Produced At The Horticultural Center At Vejalpur; Its Billa Is Also Very Fruitful

પંચમહાલ (ગોધરા)16 મિનિટ પહેલા

શિવજીની પ્રીય બીલીનાં વૃક્ષોની ઉત્તમ પ્રજાતી “ગોમાયસી” પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે ચોમાસાનો વરસાદ થતાંની સાથે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાંથી તેમજ ગુજરાત બહારથી પુના, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ખેડૂતો રોપા લેવાં આવ્યાં. દર વર્ષે 50 હજાર કરતા વધુ રોપા ગુજરાત તથા ગુજરાતની બહારના રાજ્યોમાથી બિલા નાં રોપા લેવા માટે આવતા હોય છે.

બિલીમાંથી ઉગતુ ફળ બિલુ પણ ફળદાયી
વેજલપુર કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે પ્રધાન વૈજ્ઞાનિક ડો. એ કે સિંહ દ્વારા સંશોધન તેમજ વિકસાવવામાં આવેલી પ્રજાતિઓમાંથી એક પ્રજાતિ “ગોમાયસી” છે, જેની ઉપર લાગતું ફળ એટલે કે બિલુ અનેક આયુર્વેદિક તથા આરોગ્યપ્રદ ગુણો ધરાવે છે. જે પેટનાં ચયાપચય, ઠંડક તથા ડાયાબિટીસ માટે પણ લાભદાયી છે.

ગતરોજ પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે મહારાષ્ટ્ર પુનાથી આવેલા ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ દર વર્ષે અહિંથી રોપા લેવાં આવતા હોય છે, કારણ પુછતાં તેમણે જણાવ્યું હતું કે આમ તો બિલા તેમજ આંબાનાં રોપા બધેય મળે છે, પરંતુ વેજલપુર ખાતે મળતાં રોપાની ગુણવત્તા ઉત્તમ હોય છે. તેમજ આ રોપાઓ વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરીને બનાવવામાં આવે છે. જેથી રોપાઓ રોપ્યા બાદ મોર્ટાલિટીનું પ્રમાણ નહીંવત્ રહે છે.

વેજલપુરના બીલા સ્પેશિયલ કેમ?
અડાદરા ખાતેથી આવેલા કિરણ સોની જે પોતે એગ્રીકલ્ચર ભણેલા છે અને વડોદરા ગાર્ડન ડિપાર્ટમેન્ટમાંથી રીટાયર્ડ છે, તેઓએ જણાવ્યું કે હું મારા ખેતરમાં શાકભાજી અને ફળોનાં રોપાઓ રોપીને જાતે ખેતી કરીને ઉત્તમ અને શુદ્ધ શાકભાજી તથા ફળો ખાવા ઇચ્છું છું જેથી શરીરમાં માં ડિટોક્સિફિકેશન કરી શકું અને સ્વસ્થ રહી શકું. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે વડોદરાની આસપાસ ઘણી નર્સરી હોવા છતાં વેજલપુર થી જ કેમ? ત્યારે તેઓએ જણાવ્યું કે આ રોપાઓ ને “વૈજ્ઞાનિક ટચ” છે, તેથી હું અહીં આવવાનું પસંદ કરું છું. તેમજ પ્રધાન વૈજ્ઞાનિક ડો. એ. કે. સિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે હજારો છોડવાઓ લેવા માટે આસપાસના ખેડૂતો તો ખરા જ પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારોમાં થી તેમજ ગુજરાત બહારથી પણ ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં રોપાઓ લેવા આવતાં હોય છે. તેમાં પણ વેજલપુર કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે થી ખેડૂતો ગોમાયસી બીલુ તથા કલમી આંબા લઈ જવાનું વધુ પસંદ કરે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment