અપહરણ:થરાદના લુવાણા(ક) ગામમાંથી યુવતીનું પિયરિયાં દ્વારા છરાની અણીએ અપહરણ - Alviramir

અપહરણ:થરાદના લુવાણા(ક) ગામમાંથી યુવતીનું પિયરિયાં દ્વારા છરાની અણીએ અપહરણ

થરાદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રાજસ્થાનથી બે વાહનોમાં આવેલા લોકો ઘરમાંથી વાળ ખેંચીને ઉઠાવી ગયા

થરાદના લુવાણા (ક) ગામે પ્રેમલગ્ન કરીને પતિ સાથે રહેતી યુવતીને બે વાહનોમાં ભરાઇને આવેલા પિયરપક્ષના માણસો છરીની અણીએ ઉઠાવી અપહરણ કરી લઇ જતાં ખળભળાટ પ્રસરવા પામ્યો હતો. થરાદ પોલીસે આઠ શખસો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદના લુવાણા (ક) ના કરશનભાઈ બાબુભાઈ દરજીની ખાપરોલ ગામની આરતીબેન જયંતીલાલ દરજી સાથે સગાઇ કરેલ હતી. પરંતુ આ આરતીને તેના પિતા બીજી જગ્યાએ મુકે તેમ હોઇ આરતી તેમની ઘરે રાજીખુશીથી આવતાં બંને જણાએ તા.25 જૂન-2022 ના રોજ રૈયા તા.દિયોદર મુકામે જઇ પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યારબાદ તેણી કરશનભાઇ સાથે જ રહેતી હતી. ત્યારે શનિવારે કરશનભાઇ પોતાની પત્ની તથા પરિવાર સાથે ઘરે હાજર હતા.

આ વખતે 1-00 વાગ્યાના સુમારે સફેદ કલરના કેમ્પર તથા સ્વીફ્ટ એમ બે ગાડીઓમાં ભરાઇને પરખાજી હંજારજી દરજી, હીરાજી હંજારજી દરજી, જીતુભાઈ છગનલાલ દરજી, કરશનભાઈ તેજાજી દરજી (રહે.નેનોલ,તા.સાચોર),રમેશજી તેજાજી દરજી (રહે.નહેરુ કોલોની, સાંચોર), છગનલાલ છોગાજી દરજી (રહે.સાંચોર), વસનાજી તેજાજી દરજી (રહે.વસવાડા,તા.લાખણી) તથા પ્રવીણભાઈ હીરાજી દરજી (રહે.ડેકા, તા.લાખણી) એક સંપ થઈને આવ્યા હતા

અને આરતી ક્યાં છે તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. જેમાં પરખાજી પાસે છરો હોઇ પરિવાર ગભરાઇ જતાં કરસનભાઈ તથા રમેશભાઇ સાથે તેમના ઘરે ઓરડામાં જઈને સુતેલી પત્ની આરતીને ઓરડામાંથી વાળથી પકડી ઉંચકીને લઈ ગયા હતા. આ વખતે તેના માતા-પિતા તથા ભાઈ ચેતનભાઇ તથા તેનાં પત્ની હાથમાંથી છોડાવવા વચ્ચે જતાં તમામ માણસોને ધક્કાઓ મારી નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. અને હવે આરતીને લેવા આવ્યા છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા ગયા હતા. આ બનાવને પગલે ચકચાર પ્રસરવા પામી હતી. આ અંગે કરશનભાઈ બાબુભાઈ દરજીની ફરિયાદના આધારે પોલીસે આઠ શખસો સામે અપહરણની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment