અમદાવાદમાં ચીલઝડપ:નવરંગપુરામાં સીજી રોડ પર બાઈકસવાર 2 શખસે આંગડિયા કર્મીની રૂપિયા ભરેલી બેગ તફડાવી, 42 લાખ લઈ ફરાર - Alviramir

અમદાવાદમાં ચીલઝડપ:નવરંગપુરામાં સીજી રોડ પર બાઈકસવાર 2 શખસે આંગડિયા કર્મીની રૂપિયા ભરેલી બેગ તફડાવી, 42 લાખ લઈ ફરાર

અમદાવાદએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદના નવરંગપુરા વિસ્તારના વ્યસ્ત ગણાતા સી જી રોડ પર ચીલ ઝડપનો બનાવ બન્યો છે. જેમાં બાઇક પર આવેલા બે શખસ 42 લાખ રૂપિયા ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વ્યસ્ત ગણાતા સી જી રોડ પર સમી સાંજે ચીલઝડપનો બનાવ બન્યો હતો. નવરંગપુરામાં ઇસ્કોમ આર્કેટમાં આવેલી સમકિત નિધિ આંગડિયા પેઢીમાં કામ કરતા કુમારપાળ શાહ અને ધર્મેન્દ્ર પટેલ તેમના આંગડિયા પેઢીના માલિક ભાવેશના કહેવાથી સી જી રોડ પર આવેલી મહેન્દ્ર સોમા નામની આંગડિયા પેઢીમાં હિસાબના 42 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા. બંને કર્મચારી જ્યારે આ પૈસા લઈ તેમની ઓફિસ પરત ફરતા હતા, ત્યારે બોડી લાઇન ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ત્યાં ઉભા રહેતા બાઇક પર આવેલા બે લોકો તેમની એક્સિસની આગળ રાખેલી પૈસા ભરેલી બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા.

બાઇક પર આવેલા બંને આરોપી રૂ. 42 લાખની ચીલઝડપ કરીને ત્યાંથી નાસી છૂટયા હતા અને નળ સર્કલ તરફ ભાગી ગયા હતા. જેને લઈને એક્સેસ ચલાવતા ડ્રાઈવર ધર્મેશભાઈએ તેમને પકડવા ભાગ્યા હતા, પરંતુ આરોપી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તો સાથે જ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment