અમદાવાદમાં 41 ભૂવા પડ્યા:વસ્ત્રાલનો 40 ફૂટ અને આશ્રમ રોડનો 28 ફૂટનો ભૂવો રિપેરિંગ કરતાં 10 દિવસથી વધુનો સમય લાગશે - Alviramir

અમદાવાદમાં 41 ભૂવા પડ્યા:વસ્ત્રાલનો 40 ફૂટ અને આશ્રમ રોડનો 28 ફૂટનો ભૂવો રિપેરિંગ કરતાં 10 દિવસથી વધુનો સમય લાગશે

અમદાવાદ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 5695થી વધુ જગ્યાએ ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ, હજી 1500 જેટલા ખાડાઓ બાકી

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટ્યા છે અને ભુવા પડ્યા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભુવા અને રોડ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ અત્યાર સુધીમાં 5695 જેટલા ખાડાઓ રિપેર કરવામાં આવ્યા છે. હજી પણ 1500થી વધુ ખાડાઓ પુરવાના બાકી છે. 41 જગ્યાએ ભુવા પડ્યા છે જેમાં 13 જેટલા ભુવા રીપેર થઈ ગયા છે જ્યારે 28ની રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. વસ્ત્રાલ અને આશ્રમ રોડ પર વલ્લભ સદન પાસે પડેલા બંને ભુવા ઊંડા છે અને ત્યાં બ્રેકડાઉનમાં વધુ નુકસાન થયું હોવાથી તેને રિપેરિંગમાં સાત દિવસથી વધુ સમય લાગશે બાકીના ભુવા સાતજ દિવસમાં રીપેર કરવામા આવશે. વરસાદમાં થયેલા નુકસાનના કારણે ઝડપી કામગીરી કરવા માટે એન્જિનિયરિંગ અને અન્ય વિભાગના કર્મચારીઓ બે શિફ્ટમાં 15થી16 કલાક કામગીરી કરશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે પટેલે જણાવ્યું હતું કે શહેરમાં ભારે વરસાદ બાદ રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 302 જેટલા મજૂરો અને સાધન સામગ્રી સાથે ત્વરિત કામગીરી ચાલુ છે. 5695 જેટલા ખાડા રિપેર કરવામાં આવ્યા છે. 41 જેટલી ગટર લાઇનો બ્રેકડાઉન થઇ છે જેમાં અત્યાર સુધીમાં 13 બ્રેકડાઉન રિપેર થઈ ચૂક્યા છે જ્યારે બ્રેક ડાઉન ની કામગીરી બાકી છે જે આગામી સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. વસ્ત્રાલ વિસ્તારમાં પડેલો ભુવો 40 ફૂટનો છે. આટલી ઊંડી લાઈન હોવાના કારણે ત્યાં રિપેરિંગમાં વધુ સમય જશે. ઉપરાંત આશ્રમ રોડ પર પડેલો ભુવો 28 ફૂટનો છે જેમાં પણ બ્રેકડાઉન ખૂબ નીચે હોવાથી સમય લાગશે.

જૂની ડ્રેનેજ સિસ્ટમ હોવાના કારણે બ્રેક ડાઉન થયું છે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ બે દિવસ પહેલા એડિશનલ સિટી એન્જિનિયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી અને ભુવા રીપેરીંગની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે જણાવ્યું છે. દર વર્ષે શહેરમાં 800થી 900 કિમી વિસ્તારમાં રોડ ઓપનિંગની પરમિશન આપવામાં આવે છે. અલગ અલગ કેબલો નાખવા માટે રોડનું ખોદાણ કરવામાં આવે છે અને જેના કારણે તેમાં પેચવર્ક કર્યા બાદ રોડ બેસી જાય છે. જ્યાં જ્યાં રોડ ખુલ્યા છે તેવા વિસ્તારોમાં વધુ બ્રેકડાઉન અને રોડ બેસી ગયા છે જ્યાં રિપેરિંગની કામગીરી ચાલી રહી છે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment