અરજી રદ્દ:જિનાલયમાં લૂંટ ચલાવનાર 6 આરોપીની જામીન અરજી રદ્દ - Alviramir

અરજી રદ્દ:જિનાલયમાં લૂંટ ચલાવનાર 6 આરોપીની જામીન અરજી રદ્દ

જામનગર3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પૂજારીને માર મારી માર્ગ પર પડેલી ત્રણ કારના કાચ તોડયા હતા

જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા શાંતિભુવન જૈન દેહરાસરમાં બે સપ્તાહ પૂર્વે છ શખસે ઘૂસી જઈ પૂજારી સહિતના વ્યક્તિઓને માર મારી લૂંટ ચલાવી હતી. તદઉપરાંત ત્રણ મોટરના કાચ ફોડ્યા હતા. આથી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં. આથી આરોપીઓએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી હતી.

જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા વિશા ઓશવાળ તપગચ્છ જૈન દેરાસર-શાંતિ ભુવનમાં ગત તા.2 ના સવારે છ શખસ ઘૂસી ગયા હતા. આ શખસોએ અંદર પૂજાની તૈયારી કરી રહેલા પૂજારી તેમજ અન્ય ભાવિકોને ગાળો ભાંડી મારકૂટ કરી હતી અને દેરાસરમાંથી ચાંદીનો કળશ, સાચા મોતીનો હાર, સોનાના પેંડલવાળો બીજો એક હાર લૂંટી લીધા હતા. બાદમાં પૂજારી અને અન્ય લોકોને અંદર પૂરી દઈ આ શખસોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં ત્યાં પડેલી ત્રણ મોટરના કાચ તૂટી ગયા હતા. આ બનાવ અંગે કૌશિકભાઈ ઝવેરીએ ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જેમાં પ્રિતેશ ઉર્ફે પીન્ટુ ભરતભાઈ રાજપરા, પ્રદીપસિંહ અજીતસિંહ વાઘેલા, સંજય અશોકભાઈ બાહુકિયા, જયવીર દીપકભાઈ ચૌહાણ, કિશન રાજેન્દ્ર નાયર ઉર્ફે કરણ ડાડો, નિર્મળ રમેશભાઈ પઢિયાર નામના છ શખસ ઝડપાયા હતા. આ શખસોને રિમાન્ડ પર લીધા પછી પોલીસે જેલહવાલે કર્યા હતા. આ શખસોએ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરતા તપાસનીશ પીઆઈ એમ.જે. જલુએ રજૂ કરેલું સોગંદનામુ અને જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment