આક્રોશ:ભોલાવ ST ડેપોમાં શૌચાલય અને પીવાના પાણીના ધાંધિયા સામે રોષ - Alviramir

આક્રોશ:ભોલાવ ST ડેપોમાં શૌચાલય અને પીવાના પાણીના ધાંધિયા સામે રોષ

ભરૂચ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • NSUIની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ડેપોમાં સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો

ભરૂચના ભોલાવ ડેપોમાં શૌચાલયોના ખસ્તાહાલ તથા અન્ય માળખાકીય સુવિધાઓના અભાવે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકીના સંદર્ભમાં વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતાં. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં એસટી ડેપોની જગ્યાને પીપીપી ધોરણે બિલ્ડરને આપી દેવામાં આવી છે. જુના એસટી ડેપોની જગ્યાએ હાલ આલીશાન શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ભરૂચના એસટી ડેપોને હાલ ભોલાવ એસટી વર્કશોપની જગ્યાએ સ્થળાંતરિત કરાયું છે. લોકલ તથા એકસપ્રેસ બસોનું ભોલાવ ડેપો ખાતેથી સંચાલન કરવામાં આવી રહયું છે. ભોલાવ ડેપો ખાતે રોજના હજારો મુસાફરોની અવરજવર રહેતી હોય છે.

ખાસ કરીને ગામડાઓમાંથી ભરૂચની શાળાઓ અને કોલેજોમાં ભણવા માટે આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે હોય છે. ભોલાવ ડેપો ખાતે શૌચાલયોને તાળા મારી દેવામાં આવ્યાં હોવાથી વિદ્યાર્થીનીઓને ભારે અગવડ પડી રહી છે. આ ઉપરાંત પાણીની પરબના ખસ્તા હાલ છે. ભોલાવ ડેપો ખાતે સુવિધાઓ વધારવાની માગ સાથે એનએસયુઆઇના આગેવાનો અને વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતાં.જો એસટી ડેપો ખાતે સુવિધાઓ વધારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment