આક્ષેપ:ભંગારના પૈસાની ઉઘરાણી મુદ્દે અપહરણ-હુમલો, આક્ષેપ - Alviramir

આક્ષેપ:ભંગારના પૈસાની ઉઘરાણી મુદ્દે અપહરણ-હુમલો, આક્ષેપ

જામનગર3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જામનગરની ભાગોળે દરેડ GIDCનો બનાવ
  • 2 ચેકમાં પણ સહી કરાવી લીધાની રાવ

જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-રમાંથી એક કારખાનેદાર પાસેથી ભંગારના પૈસાની ઉઘરાણી બાબતે પ શખસો તેને ઉપાડી જઈને ઢોર માર માર્યાનો કારખાનેદારે આક્ષેપો સાથે એલસીબીમાં રજુઆત કરતાં કારખાનેદારોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જીઆઈડીસી ફેસ-રમાં કારખાનેદાર મિત ગડારાએ ભંગાર લીધો હતો તે ભંગારના પૈસા ચુકવવાના હતાં અને પૈસા ચુકવવા માટે બે દિવસ રાહ જોવાનું કહ્યું હતું અને બે દિવસમાં પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ પ શખસો તેનું કારમાં અપહરણ કરી ગયા હતાં. શિવમ ઝોનમાં રહેણાંકે લઈ ગયા હતાં.

જ્યાં તેને ઢીકા-પાટુનો તેમજ પટ્ટાવડે ઢોર માર માર્યો હતો તેના ભાઈ પાસેથી 2 ચેક લખાવી લીધા છે અને કારખાનેદાર પાસેથી રોકડ રૂા.1 લાખ ટેબલના ખાનામાંથી કાઢી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ તે એલસીબી કચેરી ખાતે પોતાની રજુઆત કરવા પહોચ્યો હતો. બીજી બાજુ દરેડ પંથકમાં સર્જાયેલી મનાતી આ ઘટનાથી ઉદ્યોગકારોમાં સારી એવી ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment