આખરે આચાર્ય સામે ફરિયાદ:સુરતના પુણા વિસ્તારની નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરવા મામલે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ - Alviramir

આખરે આચાર્ય સામે ફરિયાદ:સુરતના પુણા વિસ્તારની નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરવા મામલે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Complaint Was Registered Under POCSO Regarding Sexual Exploitation Of Students In Nagar Primary School In Puna Area Of Surat

સુરત19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આ આચાર્ય સામે ફરિયાદ નોંધાઈ હતી

સુરતના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીના યૌન શોષણનો મુદ્દો સામે આવ્યો હતો. શાળાના આચાર્યની નિશાંત વ્યાસ દ્વારા વિદ્યાર્થીનો યૌન શોષણ કરવામાં આવતો હોવાનો ખોલાવશો થયો હતો. ત્યારબાદ વારંવાર રજૂઆત કર્યા બાદ આખરે આજે પૂણા પોલીસ સ્ટેશનમાં આચાર્ય વિરોધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે.

આચાર્ય - ફાઇલ તસવીર

આચાર્ય – ફાઇલ તસવીર

કેબિનમાં વિદ્યાર્થીઓ નિર્વસ્ત્ર કર્યા હતા
શાળાના આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા પોતાની કેબિનમાં જ બાળકોને નિર્વસ્ત્ર કરી દીધા હોવાના વીડિયો સામે આવ્યા હતા. આ પહેલાં પણ અન્ય સ્કૂલમાં જ્યાં તેઓ ફરજ બજાવતા હતા. ત્યાં પણ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કરતા હોવાની ચર્ચા હતી. પુણાની શાળામાં આચાર્ય દ્વારા કરવામાં આવેલા આ કૃત્યોને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ફિટકાર વરસાવી આવી રહ્યો હતો. શિક્ષણ સમિતિ દ્વારા પણ આચાર્યને જાણે છાવરવાનો પ્રયાસ કરાતો હોય તેવા આક્ષેપ થયા છે.

‘આચાર્ય દોષિત હશે તો પગલાં લેવાશે’
પુણા પોલીસ સ્ટેશનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તેમજ અધિકારીઓ પણ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક ટીમ દ્વારા પ્રકરણમાં તપાસ કરાવવામાં આવી રહી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું કહેવું હતું કે, જો આચાર્ય દોષિત હશે તો એની સામે પગલાં લેવાશે. આચાર્યની સામે એફઆઇઆર દાખલ થતા સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ પણ પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. ત્યારે એજ્યુકેશન ઇન્સપેક્ટર આ મામલે ફરિયાદી બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment