આખરે કામગીરી પૂરી કરાઇ:એમ.એસ.યુનિવર્સિટીમાં 40 હજાર ઉત્તરવહીના બારકોડ સ્કેન નહીં થતાં સ્ટીકર ફાડી નંબર મુજબ માર્ક મૂક્યા - Alviramir

આખરે કામગીરી પૂરી કરાઇ:એમ.એસ.યુનિવર્સિટીમાં 40 હજાર ઉત્તરવહીના બારકોડ સ્કેન નહીં થતાં સ્ટીકર ફાડી નંબર મુજબ માર્ક મૂક્યા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In M.S. University, After Barcodes Of 40,000 Answer Sheets Were Not Scanned, The Stickers Were Torn And Marked According To The Number.

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • આખરે કામગીરી પૂરી કરાઇ : અઠવાડિયામાં પરિણામ જાહેર થવાની શક્યતા
  • ટીવાય બીકોમના પરિણામમાં વિલંબ માટે બારકોડ જવાબદાર

એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમની પરીક્ષા પૂરી થયાના 57 દિવસ પછી પણ જાહેર કરી શકાયું નથી. ટીવાય બીકોમની 40 હજારથી વધુ ઉત્તરવહી પર વિદ્યાર્થીઓના રોલ નંબર પર લગાવામાં આવેલા બારકોડ સ્ટીકર સ્કેન નહિ થતા તેને ફાડીને વિદ્યાર્થીઓના રોલ નંબર પ્રમાણે માર્ક મૂકવા પડયાં છે.

ઉત્તરવહી ચકાસણીની કામગીરી 27મી થી શરૂ કરવામાં આવી
કોમર્સ ફેકલ્ટીની ટીવાય બીકોમની પરીક્ષા 13 મે થી 21 મે દરમિયાન લેવામાં આવી હતી. ઉત્તરવહી ચકાસણીની કામગીરી 27 મી થી શરૂ કરવામાં આવી હતી. ટીવાય બીકોમમાં 7200 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. વિદ્યાર્થીઓના 7 વિષય પ્રમાણે બે સેકશનની અંદાજીત 80 હજાર કરતાં વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરવાની હોય છે. ટીવાયની ઉત્તરવહી પર લગાડવામાં આવેલા બારકોડ સ્ટીકરની કવોલેટી સારી ના હોવાથી ઘણી ઉત્તરવહીઓમાં સ્ટીકર સ્કેન થયા ના હતા.

કામગીરી કરવામાં જ 8 થી 10 દિવસનો સમય વિતી ગયો
જેથી અધ્યાપકો દ્વારા બારકોડને ફાડીને મેન્યુઅલી એન્ટર કરવામાં આવ્યા હતા. આ કામગીરી કરવામાં જ 8 થી 10 દિવસનો સમય વિતી ગયો હતો જેના કારણે પરિણામમાં વિલંબ થયો હતો. આ ઉપરાંત એક કારણ ઇન્સોયરન્સ પ્રોડેકટના વિષયનું હતું જેની 3 હજાર જેટલી ઉત્તરવહીઓ બહારના શિક્ષકો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં પણ વિલંબ થયો છે જેની કામગીરી તાજેતરમાં જ પૂરી થઇ છે. જેથી આગામી 7 દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ છે.

અમુક ઉત્તરવહીઓમાં જ બારકોડ સ્કેનીંગમાં સમસ્યા સર્જાઇ
પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમુક ઉત્તરવહીઓમાં જ બારકોડ સ્કેનીંગમાં સમસ્યા સર્જાઇ હતી. કવોલિટી સારી ના હોવાથી આવું થયું હતું. પ્રેસને આ અંગે જાણ કરવામાં આવી છે. એક વિષયની ઉત્તરવહી ચકાસણીમાં પણ વિલંબ થયો હતો જેથી પરિણામ તૈયાર થઇ શકયું નથી.

બારકોડ ફાડીને મેન્યુઅલી એન્ટ્રી કરવા 4 થી 5 કલાકનો સમય જતો હતો
બારકોડ ફાડીને રોલનંબર પ્રમાણે મેન્યુઅલી એન્ટ્રી કરવા રોજના 4 થી 5 કલાકનો સમય અધ્યાપકોનો જતો હતો.ફેકલ્ટીના અધ્યાપકોએ વિવિધ વિષયના માર્ક મેન્યુઅલી એન્ટર કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment