આગાહીના પગલે એલર્ટ:અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના - Alviramir

આગાહીના પગલે એલર્ટ:અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમરેલી39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વરસાદની સ્થિતને લઈ અમરેલીના જાફરાબાદ ખાતે આર્મીએ મુલાકાત કરી
  • વરસાદની સ્થિતિને લઈ આગામી તા.21 જુલાઈ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે આવતા તમામ બંદરો પર એલર્ટ

સમગ્ર ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈ એન.ડી.આર.એફની ટીમ અને આર્મીની ટીમ સક્રિય છે. વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી તા.21 જુલાઈ, ૨૦૨૨ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવતા તમામ બંદરો પર એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટના પગલે આજરોજ વરસાદની સ્થિતને લઈ અમરેલીના જાફરાબાદ ખાતે આર્મીની ટીમે મુલાકાત પણ કરી હતી.

હવામાન વિભાગની સૂચના મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવતા તમામ બંદરો પર એલર્ટ સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોની વરસાદની સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય છે.

આજે વરસાદ નથી માત્ર સાવચેતની ભાગે આર્મી
હાલ સમગ્ર જિલ્લામાં વરસાદ પણ નોંધાયો નથી તેવા સમયે સાવચેતીના ભાગરૂપે આર્મીની ટીન તૈનાત કરાય છે આજે દરિયા કાંઠે જાફરાબાદ બંદર પર વિઝિટ કરી હતી અને વિસ્તારની માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment