આજથી અમૂલની દહીં-છાસ મોંઘી થશે:નર્મદામાં બસમાં બસ ખાબકતાં 13નાં મોત, આજે ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અમદાવાદ આવશે - Alviramir

આજથી અમૂલની દહીં-છાસ મોંઘી થશે:નર્મદામાં બસમાં બસ ખાબકતાં 13નાં મોત, આજે ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અમદાવાદ આવશે

31 મિનિટ પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર, તારીખ 19 જુલાઈ, અષાઢ વદ છઠ્ઠ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજથી અમૂલની દહીં, લસ્સી અને છાસમાં 1થી 4 રૂપિયા સુધીનો ભાવવધારો લાગુ થશે
2) ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત, ઓબ્ઝર્વર ટી કે સિંહ અને મિલિંદ દેવરા આજે અમદાવાદ આવશે
3) શ્રીલંકા સંકટ પર ચર્ચા કરવા માટે વિદેશમંત્રી અને નાણામંત્રીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવી
4) મોરબીમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાના સન્માનમાંરેલી અને સભાનું આયોજન

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ઈન્દોર નજીક નર્મદામાં બસની જળસમાધિ, ઓવરટેક કરતી વખતે બસ બેકાબૂ બની પુલ નીચે ખાબકી, 13 મૃતદેહ મળ્યા
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે એક ભીષણ દુર્ઘટના ઘટી હતી. બસ ઈન્દોરથી મહારાષ્ટ્રના અમલનેર જઈ રહી હતી. બસ ધામનોદમાં ખલઘાટની પાસે નર્મદામાં ખાબકી હતી. 10થી 10.15 વાગ્યાની વચ્ચે ખલઘાટમાં ટૂ-લેન પુલ પર કોઈ વાહનને ઓવરટેક કરતી વખતે બસ બેકાબૂ થઈ ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવી દેતાં બસ રેલિંગ તોડીને નદીમાં પડી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) અમદાવાદ સિવિલમાં 210 KG વજન ધરાવતાં દર્દીની બેરિયાટ્રિક સર્જરી, ટેબલ ન તૂટે એ જોવા આગલા દિવસે બે કલાક સુવાડી રખાયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 210 કિલોગ્રામ વજન ધરાવતા ચેતનની બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવી છે. મેદસ્વિતાથી મહાકાય શરીર થઈ જતાં બોટાદના હીરા ઘસવાનું કામ કરતા ચેતન પરમાર મહામુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હોસ્પિટલે ઓપરેશનના આગલા દિવસે તેમને બે કલાક સુધી ઓપરેશનના ટેબલ પર સુવડાવી રાખ્યા હતા. કારણ કે ઓપરેશનના અધવચ્ચે ટેબલ તૂટી જતાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના NCPનાં ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું; શિવપાલે કહ્યું- નેતાજીને ISI એજન્ટ કહેનારને હું મત નહીં આપું
15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવન પરિસરમાં બનાવાયેલા મતદાન કેન્દ્ર પર મત આપ્યો હતો. એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા ઉમેદવાર છે. ગુજરાતમાં NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું છે. જાડેજાએ દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. યુપીમાં સપાના ધારાસભ્ય શિવપાલ યાદવે કહ્યું હતું કે નેતાજી (મુલાયમ સિંહ યાદવ)ને ISIના એજન્ટ કહેનાર યશવંત સિંહાને મત નહીં આપું.
વાંચો સમાચાર વિગતવાર

4) બિહારમાં 15 હજાર યુવકોને શસ્ત્રો અપાયા,PFIના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો, ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ખુલાસો થયો
બેરોજગાર મુસ્લિમ યુવકોને પૈસાની લાલચ આપી દેશભરમાં આતંકવાદ ફેલાવવાના એક મોટા ષડયંત્રનો બિહારમાંથી પર્દાફાશ થયો છે. બિહારમાં 15 હજાર કરતા વધારે યુવકોને હથિયાર ચલાવવાની તાલીમ અપાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્નેની પૂછપરછમાં આ અંગે માહિતી સામે આવી છે. તેમણે કહ્યું કે આ તાલીમ માટે રાજ્યના 15 જિલ્લામાં કેમ્પ ઓફિસ ખોલવામાં આવી હતી. પૂર્ણિયાને હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદમાં AAPની મહિલા કાર્યકર્તાઓ બે મહિલા પોલીસકર્મી પર ભારે પડી, ટીંગાટોળી ન થતાં ઢસડીને લઈ ગયા
વડાપ્રધાન મોદીના નિવેદનને લઈ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ દરમિયાન AAPની એક મહિલા બે મહિલા પોલીસકર્મીઓને ભારે પડી હતી. પોલીસે ટીંગાટોળી કરીને તેમની ધરપકડ કરી હતી. દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણું જ ઘાતક છે અને દેશના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. તેવું મોદીએ નિવેદન કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) દાહોદના મંગલ મહુડી ગામે ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા, મુંબઈ-દિલ્હી સહિત 27 ટ્રેન ડાઇવર્ટ કરાઈ, 5 ટ્રેન રદ
દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતને લઇને 27 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે 4 ટ્રેન રદ્દ કરાઇ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) સુરતમાં બહેને શારીરિક-માનસિક ત્રાસ આપતાની ફરિયાદ કરતા ભાઈએ 3 રાઉન્ડ ફાયરિંગ કરી બનેવીને મોતને ઘાટ ઉતાર્યો
સુરતના લાલ ગેટ નાણાવટ વિસ્તારમાં રવિવારે રાત્રે 11 વાગ્યે માથાભારે ફૈયુ સુકરીએ તેના બનેવી હાજી અંજીર પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હત્યાના સીસીટીવીમાં ફાયરિંગ બાદ આરોપી ટુ-વ્હીલર પર નાસતો દેખાય છે. ફૈયુ સુકરીની પિતરાઇ બહેનને પતિ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ કરતાં ઉશ્કેરાયેલા ફૈયુ સુકરીએ બનેવીની હત્યા કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) શિવસેનાના નેતા તરીકે ચૂંટાયા એકનાથ શિંદે, બળવાખોર જૂથે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને હટાવ્યા
2) નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, ધરપકડ પર રોક લગાડવાની માગ
3) IPS નરસિમ્હા કોમરની દીકરી દિશીતા ICSE બોર્ડમાં દેશમાં ત્રીજા નંબરે, કહ્યું-ટ્યુશન નહીં ટીચર અને પેરેન્ટ્સનો પુરૂષાર્થ ફળ્યો
4) ભાજપના નેતાએ ઓવરટેક જેવી નજીવી બાબતે મહિલા કોર્પોરેટરનો ગુસ્સો, ગાળ બોલવા મુદ્દે ટોળાએ રિક્ષાચાલકને ધોઈ નાખ્યો
5) પાલનપુરમાં ખાનગી કોમ્પલેક્સના બીજા માળેથી બે યુવકો અકસ્માતે પટકાયા, એકનું મોત; એક ઘાયલ
6) મોડાસામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, 3 લૂંટારું દુકાનમાં ઘૂસી 4 લાખની માગ સાથે વેપારીને હથોડી મારી માથું ફોડ્યું
7) રાજસ્થાનથી 14 લાખનું અફીણ સુરતમાં ઘૂસાડતો શખસ ઝબ્બે, મુંબઈથી કોકેઈન અને MD ડ્રગ્સ મંગાવતા મુખ્ય પેડલર પકડાયો

આજનો ઈતિહાસ
વર્ષ 1968માં આજના દિવસે ભારત સરકારે દેશની 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.

આજનો સુવિચાર
હાર-જીત નહીં, તેના બાદના વ્યવહારથી ભવિષ્ય નક્કી થાય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું…

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment