આજથી સંસદનું મોન્સૂત્ર સત્ર:દેશભરમાં પેકેડ વસ્તુઓ પર 5% GST લાગૂ થશે, રાજકોટમાં ઠાકોર-કોળી સમાજનું મહાસંમેલન યોજાશે - Alviramir

આજથી સંસદનું મોન્સૂત્ર સત્ર:દેશભરમાં પેકેડ વસ્તુઓ પર 5% GST લાગૂ થશે, રાજકોટમાં ઠાકોર-કોળી સમાજનું મહાસંમેલન યોજાશે

2 કલાક પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 18 જુલાઈ, અષાઢ વદ પાંચમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજથી દેશભરમાં અનબ્રાન્ડેડ પેક્ડ અનાજ, કઠોળ, લોટ, દહીં, ખાંડ જેવી આવશ્યક ચીજવસ્તુ પર 5% GST લાગૂ થશે
2) આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થશે, મોન્સૂન સત્રમાં 18 બેઠકો થશે અને કુલ 108 કલાકનો સમય રહેશે
3) રાજકોટમાંવિધાનસભાની ચૂંટણી પહેલાં દેવજી ફતેપરાની અધ્યક્ષતામાં કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન
4) રાષ્ટ્રપતિ પદની આજે ચૂંટણી યોજાશે, એનડીએના દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના યશવંતસિન્હા વચ્ચે જંગ
5) વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેવલ ઈનોવેશન અને ઈન્ડિજેનિશન ઓર્ગેનાઈઝન સેમિનારને સંબોધિત કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલો, પયગંબર અંગે ટિપ્પણીથી નારાજ કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરો અને મંદિરોને આગ લગાડી;વીડિયો વાઈરલ
બાંગ્લાદેશમાં શુક્રવારે મુસ્લિમ કટ્ટરપંથીઓની ભીડે નરેલના લોહાગરામાં હિન્દુઓના ઘરો અને એક મંદિર પર હુમલો કર્યો હતો. એક હિન્દુ યુવક દ્વારા પયગંબર અંગે કરવામાં આવેલી ટીપ્પણીથી નારાજ હતા. આ હિંસાને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) માર્ગરેટ અલ્વા વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર, ગુજરાત સહિત 4 રાજ્યના રાજ્યપાલ રહી ચુક્યા છે
કૉંગ્રેસ નેતા માર્ગરેટ અલ્વા વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર હશે. શરદ પવારે તેમના નામની જાહેરાત કરી હતી 80 વર્ષીય અલ્વા રાજસ્થાનના વતની છે. તેઓ ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ અને ગોવામાં રાજ્યપાલ રહી ચુક્યા છે. શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) ગાંધીનગર જિલ્લા પંચાયતના નેતાએ મહિલાને લગ્નની લાલચ આપી સાત વર્ષ સુધી શોષણ કર્યું, ફરિયાદ નોંધાઈ
કલોલની બે બાળકોની માતાને ગાંધીનગર જિલ્લા પંચાયતના નેતાએ લગ્નની લાલચ આપીને 7 વર્ષ સુધી શોષણ કરી રઝળતી મૂકતા તેની સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા બોરીસણા ગામના દિનેશજી આતાજી ઠાકોરના સંપર્કમાં છેલ્લા સાતેક વર્ષથી હતી અને તેના પ્રેમમાં પડી હતી. તો ભાજપ નેતાએ મહિલાને વિશ્વાસમાં લઈને કહેલું કે, તું તારા પતિને છૂટાછેડા આપી દે અને હું મારા પત્ની સાથે પણ છૂટાછેડા લઈ લઉં અને હું તારી સાથે લગ્ન કરીશ. આ મામલે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

4) જૂનાગઢના જટાશંકર મહાદેવમાં મનાઇ છતાં BJP નેતાએ સ્નાન કર્યું, ભરત બોઘરાએ કહ્યું,’ હું નાહયો નથી ખાલી દર્શન કર્યા, ફોટો 2 વર્ષ જૂના’
ગિરનાર જંગલમાં જટાશંકર મહાદેવની જગ્યામાં ગંદકીના લીધે લોકો માટે મંદિર બંધ કરાયું હતું. છતાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા જટાશંકર દર્શન માટે ગયા હતા. ત્યાં નાહવાની મનાઈ હોવા છતાં નાહી લીધું હતું. જેનો વીડિયો બનાવતાં હોબાળો મચ્યો છે. જોકે, આ તસવીરો અને વીડિયો બે-ત્રણ વર્ષ જૂનો હોવાનું બોઘરાએ જણાવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) 16મી ઈન્ડો-ચીન કોર કમાન્ડરની બેઠક, ભારત તરફથી ચુશુલમાં વાતચીત; પૂર્વ લદ્દાખમાંથી ચીનની સેનાને હટાવવા પર ભાર મૂકશે
ભારત અને ચીન વચ્ચે ચુશુલ-મોલ્દોમાં કમાન્ડર સ્તરની વાતચીત શરૂ થઈ છે. આ પહેલા માર્ચમાં 15મી કોર કમાન્ડર બેઠક મળી હતી. એવું મનાય છે કે આ 16મા રાઉન્ડની વાતચીતમાં ગોગરા-હોટ સ્પ્રિંગ્સમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15 સિવાય દેમચોક અને ડેપ્સંગથી ડિસએન્ગેજમેન્ટ અંગે ચર્ચા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વી લદ્દાખમાં લાઈમ ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર સેનાની તહેનાતી બાબતની વાતચીત ચાલી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) રાજકોટમાં હત્યાના ગુનામાં જેલમા રહેલા પતિને છોડાવવા પત્નીએ સોનાના દાગીના લૂંટ્યા, પિતા અને ભાઈ સાથે પ્લાન ઘડ્યો હતો
રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રના બદલે પિતા-પુત્રીએ સાથે મળી દોઢ કરોડના સોના અને ડાયમંડના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં પુત્રી બિસ્કીસ બાનુની ધરપકડ કરી હતી. આરોપી મહિલાનો પતિ હત્યાના ગુનામાં જેલમાં હોય ફરિયાદીને રૂપિયા આપી સમાધાન કરવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

7) અમદાવાદના વસ્ત્રાલમાં રોડ ફાડીને ‘નાનું તળાવ’ બન્યું, 5 સેકન્ડમાં જ ભૂવો પડ્યો અને આખો રોડ અંદર સમાઈ ગયો
ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં પહેલા જ ધોધમાર વરસાદમાં શહેર ખાડાનગરી અને ભૂવાનગરી બની ગયું છે. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો રેલના રૂટ ઉપર એક મોટો ભૂવો પડ્યો છે. સૌથી પહેલા રોડ બેસી ગયો હતો અને આ બાદ ભૂવામાં આખો રોડ સમાઈ ગયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઈન્ડિગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં કરાચીમાં લેન્ડિંગ, બે અઠવાડિયા પહેલાં સ્પાઈસ જેટના પ્લેનનું લેન્ડ થયું હતું
2) પોર્ટુગલ, ફ્રાન્સમાં પારો 40 ડિગ્રીને પાર; યુકેમાં રેડ એલર્ટ જારી, સ્પેનમાં હીટવેવથી અત્યાર સુધીમાં 237 લોકોના મોત
3) CM ભૂપેન્દ્ર પટેલે 8 શહેરમાં રેલવે ઓવરબ્રીજ નિર્માણ માટે રૂ. 443.45 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી
4) ગુજરાત આપનો આક્ષેપ ભાજપ સરકાર ટેક્સના નામે જનતાને લૂંટી રહી છે, વેપારીઓના વિરોધને સમર્થન આપ્યું
5) NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે બેઠક, વોટની અપીલ
6) સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે.રાજેશ સસ્પેન્ડ, 48 કલાક CBIની કસ્ટડીમાં રહેતાં નિર્ણય લેવાયો

આજનો ઈતિહાસ
વર્ષ 1947માં આજના દિવસે બ્રિટીશ સંસદ દ્વારા પસાર ભારત સ્વતંત્રતા અધિનિયમને બ્રિટનના સમ્રાટ દ્વારા મંજૂરી આપવામાં આવી.

આજનો સુવિચાર
કલ્પના બાદ તેના પર અમલ જરૂર કરવો જોઈએ, પગથિયાં જોતા રહેવું પર્યાપ્ત નથી, તેના પર ચઢવું પણ જરૂરી છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું…

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment