આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી:ગુજરાત વિધાનસભા સંકુલમાં 177 ધારાસભ્યો મતદાન કરશે, ભાજપના તમામ સાંસદો દિલ્હી પહોંચ્યા - Alviramir

આજે રાષ્ટ્રપતિપદની ચૂંટણી:ગુજરાત વિધાનસભા સંકુલમાં 177 ધારાસભ્યો મતદાન કરશે, ભાજપના તમામ સાંસદો દિલ્હી પહોંચ્યા

અમદાવાદ12 મિનિટ પહેલા

મતદાન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • વિધાનસભા સંકુલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

આજે દેશના નવા રાષટ્રપતિ માટેની ચૂંટણી યોજાવાની છે. ગાંધીનગર વિધાનસભા સંકુલમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત NCP અને BTPના કુલ મળીને 177 ધારાસભ્યો મતદાનમાં ભાગ લેશે. આજે સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. આ દરમિયાન મતદાનમાં ભાગ લેવા ગુજરાત ભાજપના તમામ સાંસદો દિલ્હી પહોંચી ગયાં છે. વિધાનસભા સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો.

ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
ચૂંટણીને લઈ વિધાનસભા સંકુલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિધાનસભા સંકુલના ચોથા માળે મતદાન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપે તેના તમામ ધારાસભ્યોને બપોર સુધીમાં મતદાન કરવા સૂચના આપી છે. મતદાન પૂર્ણ થયા બાદ કાર્ગો પ્લેનમાં મતપેટી દિલ્હી લઈ જવાશે. મતદાનમાં ભાજપના, 111 કોંગ્રેસના 63, NCPના 1 અને BTPના બે ધારાસભ્યો ભાગ લેશે. ટુંકમાં 177 ધારાસભ્યો મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતના મતોનું મુલ્ય 26,754 થવા જાય છે
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એક ધારાસભ્યના મતનો ભારાંક 147 થવા જાય છે. વસતી ગણતરીના આધારે મતનું ભારાંક નક્કી કરવામાં આવે છે. હવે આ ચૂંટણીમાં ભાજપના 111 ધારાસભ્યો મતદાન કરવાના છે. ત્યારે મતોનું મૂલ્ય 16317 થશે.

ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા આદેશ
રવિવારે NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ પ્રચારના ભાગરૂપે અમદાવાદની એક દિવસની મુલાકાતે આવ્યાં હતાં.તેમણે ભાજપના સભ્યો સાથે બેઠક યોજીને મત આપવા અપીલ કરી હતી. ભાજપના ધારાસભ્યોએ એક અવાજે મુર્મુને જીતાડવાની ખાતરી આપી હતી. રાષ્ટ્રપતિપદની ચૂંટણીને પગલે ભાજપના દંડકે મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા આદેશ કર્યો છે. રવિવારે સ્વર્ણિમ સંકુલ-2માં ભાજપના સાંસદો અને ધારાસભ્યોની એક બેઠક મળી હતી. જેમાં ચૂંટણીમાં મતદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોકપોલ યોજીને કોઈપણ ભૂલ કર્યા વિના મતદાન કરવા સૂચના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment