આતો નવી આફત ઉભી થઈ:નર્મદા જિલ્લાના ખેડૂતો માટે નવી આફત : વરસાદ બંધ થાયો ત્યારે ખેતરમાં જરા ફૂટવા.લાગ્યા - Alviramir

આતો નવી આફત ઉભી થઈ:નર્મદા જિલ્લાના ખેડૂતો માટે નવી આફત : વરસાદ બંધ થાયો ત્યારે ખેતરમાં જરા ફૂટવા.લાગ્યા

નર્મદા (રાજપીપળા)37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં હાલ લીલો દુકાળ પડ્યો છે, એમ કહીએ તો ખોટું નથી કેમકે સીઝનના પહેલા વરસાદેજ સમગ્ર નર્મદા જિલ્લાને ધમરોળી નાખ્યું હતું, જેમાં સૌથી વધુ આ વરસાદ ખેડૂતો માટે આફત રૂપ સાબિત થયો છે, બે દિવાથી વરસાદે વિરામ લેતા વરસાદના પાણી ખેતરોમાંથી ઓસરી ગયા પરંતુ હવે ખેડૂતો માટે નવી આફત ઉભી થઇ છે,

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં પાંચેય તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી.એક બાજુ વરસાદ અને બીજી બાજુ કરજણ ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડતા નીચાણવાળા વિસ્તારના ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા, જેમાં ખાસ કરીને રાજપીપલા કરજણ નદી કિનારા ના ખેતરો અંદાજિત 300 એકર અને હાજરપુરા,ભુછાડ, ધમણાચા, ધાનપોર રૂંઢ સહિતના ગામોની 500 એકર જમીનોમાં ખેતરોમાં પાણી ભરાયા અને કેળા શેરડી,કપાસ પપૈયા અને શાકભાજી તમામ ઉભા પાકોને નુકસાન થયું હતું.એટલું જ નહીં જિલ્લાના અન્ય તાલુકાઓ અને ગામોમાં વરસાદના પાણી થી ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હવે વરસાદી પાણી ઓસરી ગયા ત્યારે ખેતરોમાં જળ ફૂટી રહ્યા છે. જમીનમાંથી રીતસરના ફુવારા નીકળી રહ્યા છે.જેને કારણે ખેતીના પાકને વધુ નુકસાન થઈ રહ્યું છે. જે વરસાદના પાણી થી થોડો ઘણો પાક બચ્યો હતો એ હવે ખેતરોમાં જળ ફૂટવાને કારણે પાકને નુકસાન તો થઈ રહ્યું છે ખેતરની જમીનની ફળદ્રુપતા.પણ ખરાબ થઇ રહી છે. ખેડૂતો સારા વળતર ની માંગ કરી રહ્યા છે હાલ તો આ તમામ ખેતરોમાં જળ ફૂટતા ખેડૂતો પોતાના ખેતરોમાં પણ જય નથી સકતા, તેમજ નર્મદા જિલ્લાનો મુખ્ય પાક કેળા છે તે ખેડૂતો તૈયાર પાકને વેપારીઓને આપવા ખેતરની બહાર પણ કાઢી નથી સકતા એટલે પહેલા વરસાદે ખેડૂતોને રડાવ્યા અને કૃત્રિમ જળ ફૂટતા ખેડૂતોને મુશ્કેલીમાં મુક્યા છે ખેડૂત હવે જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ ઉભી થઇ છે..

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment