આત્મહત્યાનો પ્રયાસ:પાટણના સિદ્ધિ સરોવરમાં મહિલાએ મોતની છલાંગ લગાવી, સ્થાનિકોએ બચાવી લીધી - Alviramir

આત્મહત્યાનો પ્રયાસ:પાટણના સિદ્ધિ સરોવરમાં મહિલાએ મોતની છલાંગ લગાવી, સ્થાનિકોએ બચાવી લીધી

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સ્થાનિક લોકો જોઈ જતા બહાર કાઢી 108 ધારપુરમાં સારવાર અર્થે ખસેડાઇ

પાટણ શહેરની એક મહિલા અગમ્ય કારણોસર રવિવારે સાંજના સમયે સિદ્ધિ સરોવરમાં આત્મહત્યા કરવા માટે પડતું મૂકતા સ્થાનિક લોકો સરોવરમાં પડતા જોઈ જતા લોકોનું ટોળું દોડી આવ્યું હતું અને તાત્કાલિક મહિલાને બહાર કાઢી 108માં પ્રાથમિક સારવાર આપી ધારપુર હોસ્પિટમાં સારવાર માટે ખસેડતા મહિલાનો જીવ બચી જવા પામ્યો હતો.

સ્થાનિક યુવાનોએ ડૂબતી મહિલાને બહાર કાઢી
પાટણ શહેરમાં રવિવારે સાંજે 7:30 વાગ્યા આસપાસ ખાન સરોવર પાસે ફરી રહેલ એક મહિલા અચાનક ખાન સરોવરમાં ઝંપલાવ્યું હતું. મહિલાને સરોવરમાં છલાંગ લગાવતા ત્યાં આસપાસ ઉભેલા લોકો જોઈ જતા દોડી આવ્યા હતા. સ્થાનિક 2થી 3 તરવૈયા યુવક હોય અંદર છલંગ લગાવી ડૂબતી મહિલાને બહાર કાઢીને 108ને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી મહિલા બેભાન અવસ્થામાં હોય 108ના ઇએમટી નિલેશ અને પાયલોટ જયસિંહ દ્વારા મહિલાને ઓક્સિજન ચઢાવી જરૂરી ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહિલાને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી તેમજ 108માં જરૂરી પ્રાથમિક સારવાર મળી રહેતા મહિલાનો જીવ બચી જવા પામ્યો હતો. તેવું 108ના સૂત્રોએ જણાવ્યુ હતુ. આ બાબતે મહિલા દ્વારા કોઈ પણ વિગતો આપવાનો ટાળ્યું હતું તેમજ આ બાબતે કોઈ ફરિયાદ પણ નોંધાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment