આત્મહત્યા:મહિલાએ એકલવાયા જીવનથી ગળેફાંસો ખાધો - Alviramir

આત્મહત્યા:મહિલાએ એકલવાયા જીવનથી ગળેફાંસો ખાધો

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • પતિ અને માતાપિતાથી એકલા રહેતા હતાં

બાબરામા દ્રારકેશ સોસાયટીમા રહેતા એક મહિલા અઢી વર્ષથી પતિ અને માતાપિતાથી એકલા રહેતા હોય એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. મહિલાના આપઘાતની આ ઘટના બાબરામા બની હતી. અહીના દ્રારકેશ સોસાયટીમા રહેતા ચેતનાબેન હિરેનભાઇ શાસ્ત્રી (ઉ.વ.38) નામના મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાને પગલે પોલીસ અહી દોડી ગઇ હતી અને મૃતકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી હતી.

બનાવ અંગે જમનાદાસ બાલકૃષ્ણ ગોંડલીયાએ બાબરા પોલીસને એવુ જણાવ્યું હતુ કે ચેતનાબેન અઢી વર્ષથી તેના પતિ હિરેનભાઇ અને માતાપિતાથી અલગ વડોદરા રહેતા હતા અને ખાનગી નેાકરી કરતા હતા. બાદમા બે માસથી બાબરા રહેવા આવ્યા હતા. તેઓ એકલવાયા જીવનથી કંટાળી ગયા હોય તેણે આ પગલુ ભરી લીધુ હતુ. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ કે.ડી.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment