આત્મહત્યા:વલસાડના એક યુવાને નીટની પરીક્ષા આપ્યા બાદ હતાશ થઇ જતાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,પરિવારજનો પર આભ ફાટ્યું - Alviramir

આત્મહત્યા:વલસાડના એક યુવાને નીટની પરીક્ષા આપ્યા બાદ હતાશ થઇ જતાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,પરિવારજનો પર આભ ફાટ્યું

વલસાડ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નીટની પરીક્ષામાં ફેલ થવાના ડરે આત્મહત્યા કરી

વલસાડના એક યુવાને બીજી વખત નીટની પરીક્ષા આપ્યા બાદ હતાશા અનુભવતા સુસાઇડ નોટ લખી તેણે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યોને મધ્ય રાત્રીએ ઘટનાની જાણ થતાં યુવકને બચાવવા બૂમાબૂમ મચાવી હતી. પરિવારની બૂમો સાંભળી આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટના અંગે સીટી પોલીસની ટીમને જાણ થતાં પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. દીકરાએ તેના બેડરૂમમાં આપઘાત કરી લેતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈને આત્મહત્યા કરનાર યુવાનના પિતાને આ ઘટનાથી ઘણો આઘાત લાગ્યો છે.

નીટની પરીક્ષામાં ફેલ થવાના ડરથી જીવન ટૂંકાવ્યું
વલસાડના રીના પાર્ક વિસ્તારમાં આવેલા આર.એમ. ડ્રિમ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા અને વલસાડની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિનો 20 વર્ષીય પુત્ર ઓજેશ પ્રજાપતિ એ બીજી વખત નીટની પરીક્ષા તાજેતરમાં આપી હતી. પરીક્ષા આપ્યા બાદ તે પરીક્ષામાં ફેલ થશે તેવું ટેન્શન અનુભવતો હતો અને ગતરોજ તેને તેના ઘરે પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ તેના પિતા મોડી રાત્રે જયારે કુદરતી હાજતે ગયા તે સમયે તેના પુત્ર ઓજેશના બેડરૂમનો દરવાજો ખોલીને તપાસ કરતા ઓજેશને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. અને આ ઘટના અંગેની જાણ સીટી પોલીસને તથા પડોશીઓને કરવામાં આવી હતી.

નીટની પરીક્ષામાં ફેલ થવાના ડરથી પગલું ભર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
રાત્રે એપાર્ટમેન્ટમાં બુમાબુમ થતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે સીટી પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ સીટી પોલીસે ઓજેશના રૂમમાં તપાસ હાથ ધરતા ઓજેશના બેડરૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, નીટની પરીક્ષા બાદ તે ફેલ થવાની બીકે માનસિક તાણ અનુભવતો હતો. જેને લીધે તેણે આ પગલું ભર્યું છે. આ સિવાય તેના ઘરમાં પણ પારિવારિક સમસ્યાથી પણ ઓજેશના દિમાગ પર માઠી અસર પડી હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ સીટી પોલીસે ઓજેશના મૃતદેહનો કબ્જો મેળવી લાશનું પોસ્ટમોર્ટમ માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વલસાડ સીટી પોલીસે પરિવારના સભ્યોને તથા તેના નજીકના મિત્રોના નિવેદન મેળવવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment