આદેશ‎:ચોમાસાની ઋતુને પગલે તલાટીએ‎ હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ‎ - Alviramir

આદેશ‎:ચોમાસાની ઋતુને પગલે તલાટીએ‎ હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ‎

ગાંધીનગર‎એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો વ્યવસ્થા કરવી‎

ચોમાસાની ઋતુને ધ્યાનમાં‎ રાખીને જિલ્લાના તમામ‎ તલાટી કમ મંત્રીઓએ હેડ‎ ક્વાર્ટર નહી છોડવાનો નાયબ‎ ડીડીઓએ આદેશ કર્યો છે. નદી‎ કિનારાના ગામો કે‎ નીચાણવાળા વિસ્તારોમાં‎ વરસાદી પાણી ભરાય તો‎ સ્થળાંતર કરવા સહિતનું‎ આયોજન કરવાનું રહેશે.‎ હવામાન વિભાગે રાજ્યમાં‎ ભારેથી અતિભારે વરસાદની‎ આગાહી કરી છે.

ત્યારે‎ જિલ્લાના ગામોમાં ભારે‎ વરસાદથી ઉભી થતી‎ મુશ્કેલીઓને દુર કરવા માટે‎ આગોતરૂ આયોજન કરવામાં‎ આવ્યું છે.‎ તેમાં જિલ્લાના 284 ગ્રામ‎ પંચાયતના તલાટી કમ‎ મંત્રીઓને હેડ ક્વાર્ટર નહી‎ છોડવાનો નાયબ જિલ્લા વિકાસ‎ અધિકારી જાન્હવી પટેલે‎ જિલ્લાના ચારેય તાલુકા વિકાસ‎ અધિકારીઓને આદેશ કર્યો છે.‎ ઉપરાંત નદી કિનારાના ગામો‎ તેમજ ગામમાં ભારે વરસાદથી‎ નીચાણવાળા વિસ્તારમાં પાણી‎ ભરાવવાની સમસ્યા ઉભી થાય‎ છે.

ત્યારે આવા વિસ્તારોમાં‎ રહેતા લોકોને સલામત સ્થળે કે‎ ઉંચાણવાળી જગ્યાએ ખસેડવા‎ માટે આગોતરૂ આયોજન‎ કરવાનું રહેશે.‎ જેમાં ગામના જાહેર સ્થળો કે‎ પ્રાથમિક શાળામાં જરૂર જણાય‎ તો સ્થળાંતરની વ્યવસ્થા‎ કરવાની રહેશે. ઉપરાંત રાત્રી‎ દરમિયાન શાળા ખોલી શકાય‎ તેવી વ્યવસ્થા કરવાની રહેશે.‎ ઉપરાંત ગામમાં રેઇન ગોગા‎ મશીન કાર્યરત છે કે નહી તેની‎ તપાસ કરીને તેનો રિપોર્ટ‎ મોકલવાનો રહેશે. વધુમાં‎ ચોમાસાની ઋતુને ધ્યાનમાં‎ રાખીને તલાટી કમ મંત્રીએ‎ પૂર્વમંજુરી વિના હેડક્વાર્ટર નહી‎ છોડવાનો આદેશમાં ઉલ્લેખ‎ કર્યો છે.

ઉપરાંત જિલ્લાના‎ ચારેય તાલુકા વિકાસ‎ અધિકારીઓને પણ કોઇપણ‎ તલાટીઓની લાંબાગાળાની‎ રજાઓ મંજુર નહી કરવાનો‎ પણ આદેશમાં ઉલ્લેખ કરવામાં‎ આવ્યો છે. તાલુકાના ગ્રામ‎ પંચાયતના તલાટી કમ‎ મંત્રીઓને જાણ કરવાનો તાલુકા‎ વિકાસ અધિકારીઓને નાયબ‎ જિલ્લા વિકાસ અધિકારીએ‎ સુચના આપી છે. આદેશનું‎ ઉલ્લઘન કરનારા સામે પગલાં‎ લેવાની ચીમકી પણ અપાઇ છે.‎ કોઇપણ પરિસ્થિતિને પહોચી‎ વળવા આદેશ કરાયા છે.‎

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment