પોરબંદર2 કલાક પહેલા
- કૉપી લિંક
- ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ફિશરીઝ વિભાગના કમિશ્નરને જણાવ્યું
પોરબંદરના બંદરમાં ડ્રેજિંગની સમસ્યાના કારણે માછીમારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બંદરના મુખમાં બોટને અવરજવરમાં હાલાકી બેઠવી પડી રહી હતી. ડ્રેજિંગની સમસ્યાના કારણે માછીમારો કપરી સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ૨૧ કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેજીંગના કામને મંજૂરી આપવામાં આવી હતી, અને છેલ્લા ઘણા સમયથી આ કામગીરી કાર્યરત હતું. પરંતુ હાલ ડ્રેજીગના કામને બંધ કરવા વન અને પર્યાવરણ વિભાગે જણાવ્યું છે.
પોરબંદરમાં બંદર છેલ્લા ઘણા દિવસોથી ડ્રેઝીંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ કામ માટે વિભાગ ફિશરીઝ વિભાગ ગાંધીનગર દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. અને ૨૧ કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેઝિંગ કરવાનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામ તાત્કાલિક બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બંદરમાં થઈ રહેલ ડ્રેજિંગનું કામ બંધ કરવા જણાવી દેવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી પોરબંદર દ્વારા બંદર વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દરિયામાં ડ્રેજીંગની કામગીરી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને જો કોઈ સી.આર ઝેડની મંજૂરી પાઠવવામાં આવી હોય તો રજુ કરવા જણાવવામાં આવ્યું છે.