આદેશ સામે સ્ટે:બેસ્ટના ઈ-બસ વિવાદમાં હાઈ કોર્ટના આદેશ સામે સ્ટે - Alviramir

આદેશ સામે સ્ટે:બેસ્ટના ઈ-બસ વિવાદમાં હાઈ કોર્ટના આદેશ સામે સ્ટે

મુંબઈ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બિડને પાત્ર ઠરાવનાર બેસ્ટનો આદેશ બાજુમાં મૂક્યો હતો

મુંબઈમાં 2100 ઈ-બસ સંબંધે ઈવે ટ્રાન્સ દ્વારા સુપરત કરવામાં આવેલી બિડ પાત્ર ઠરાવવાના બેસ્ટના નિર્ણયને મુંબઈ હાઈ કોર્ટે બાજુમાં કર્યો હતો. આ સામે બેસ્ટ અને એવે દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે હવે વચગાળાની સ્થગિતી આપી છે.

બેસ્ટ, ઈવે અને અન્ય એક કંપની વતી લાંબી દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આદેશ સામે સ્ટે આપ્યો છે. ઈવે અને બેસ્ટનો સંબંધ છે ત્યાં સુધી સુનાવણી આગામી તારીખ સુધી આ સ્ટે લાગુ થશે, એમ જણાવીને સુપ્રીમ કોર્ટે હવે આ મામલો 2જી સપ્ટેમ્બર પર સુનાવણી માટે રાખ્યો છે. દરમિયાન ઈવે બેસ્ટને તેની મુનસફીએ ઈ-બસનો પુરવઠો ચાલુ રાખવા માટે આ સાથે મુક્ત બની છે.

જસ્ટિસ અબ્દુલ નાઝીર અને જસ્ટિસ જે કે મહેશ્વરીની ખંડપીઠ સામે આ સુનાવણી આવી હતી, જેમાં બેસ્ટ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી તુષાર મહેતા, ઈવે ટ્રાન્સ વતી મુકુલ રોહતગી અને શ્યામ દીવાને જ્યારે અન્ય એક કંપનીનું પ્રતિનિધિક્વ અભિષેક મનુ સિંઘવીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment