આનંદો:લીંબડીમાં સુરસાગર ડેરી દ્વારા અમુલ મિલ્ક માઇક્રો એટીએમ ડિઝીટલ પેમેન્ટના લોકાર્પણ સાથે શુભ શરૂઆત કરાઇ - Alviramir

આનંદો:લીંબડીમાં સુરસાગર ડેરી દ્વારા અમુલ મિલ્ક માઇક્રો એટીએમ ડિઝીટલ પેમેન્ટના લોકાર્પણ સાથે શુભ શરૂઆત કરાઇ

સુરેન્દ્રનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર જિલ્લામાં 671 દૂધ મંડળીઓ દ્વારા દૈનિક સરેરાશ 5.77 લાખ કિલોથી વધુનું દૂધ ઉત્પાદન થાય છે
  • કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા અને સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા અને સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સુરસાગર ડેરી દ્વારા અમુલ મિલ્ક માઇક્રો એ.ટી.એમ. ડિજિટલ પેમેન્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યુ છે. ગુજરાતની અમુલ ડેરી વિશ્વની અગ્રણી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહકારી ક્ષેત્રે ઘડેલી દૂરંદેશી ભરી નીતિઓનાં પરિણામે આજે રાજ્યના પશુપાલકો દૂધનું વિક્રમી ઉત્પાદન કરી રહ્યા છે. તેમજ વેલ્યૂ એડિશન દ્વારા પશુપાલન પ્રવૃતિને વધુ વળતરદાયી બનાવી છે. આજે ગુજરાતની ડેરીઓમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. અને આ સુવિધાઓનો લાભ છેવાડાના પશુપાલકો મેળવી રહ્યાં છે.

અનેકવિધ યોજનાઓ અમલીકૃત કરવામાં આવી
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા અનેકવિધ યોજનાઓ અમલીકૃત કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લઇ પશુપાલકો દૂધ ઉત્પાદન અને આર્થિક ઉપાર્જનમાં સતત વધારો કરી રહ્યા છે. પશુઓને રસીકરણ અંતર્ગત આવરી લેવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુ આરોગ્ય મેળાઓ યોજવામાં આવી રહ્યાં છે.

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 6 હજારની સહાય
આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહાય યોજના અંતર્ગત દેશી ગાય દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહિને રૂ.900ની સહાય આપવામાં આવે છે. તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 6 હજારની સહાય ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે.

દૈનિક સરેરાશ 5.77 લાખ કિલોથી વધુનું દૂધ ઉત્પાદન
વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજના અન્વયે જરૂરિયાતમંદ લોકોને રૂપિયા પાંચ લાખ સુધીની સારવારનો લાભ આપવામાં આવે છે. સહકારી ક્ષેત્રે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રદાન વિશે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં 671 દૂધ મંડળીઓ દ્વારા દૈનિક સરેરાશ 5.77 લાખ કિલોથી વધુનું દૂધ ઉત્પાદન થાય છે. આ વર્ષે સુરસાગર ડેરી દ્વારા જિલ્લાના પશુપાલકોને રૂપિયા 100 કરોડ 21 લાખનો ભાવ વધારો આપવામાં આવશે.

વિવિધ લાભકારી નિર્ણયોની વાત
આ પ્રસંગે અગ્રણી જગદીશભાઈ મકવાણાએ સરકાર દ્વારા સહકારી ક્ષેત્ર લેવાયેલા કલ્યાણકારી નિર્ણયો અને વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. તેમજ સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડે સુરસાગર ડેરી દ્વારા ચાલતા વિવિધ પ્લાન્ટો અને પશુપાલકોના હિતમાં લેવાયેલા વિવિધ લાભકારી નિર્ણયોની વાત કરી હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, સુરસાગર ડેરીના વાઇસ ચેરમેન અલ્પેશભાઈ રબારી, અગ્રણી સર્વ મંગલસિંહ પરમાર, મહેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, સુરાભાઈ રબારી, છેલાભાઈ ભરવાડ, હિંગોરભાઈ રબારી તેમજ સુરસાગર ડેરીના ડિરેક્ટરઓ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment