આપઘાત:દાહોદમાં આર્થિક સંકડામણથી નદીમાં કૂદી આધેડનો આપઘાત - Alviramir

આપઘાત:દાહોદમાં આર્થિક સંકડામણથી નદીમાં કૂદી આધેડનો આપઘાત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 15મીએ ઘરેથી નીકળી ગયા હતા : એક્ટિવા સંગમ નદીના પુલથી મળી

દાહોદના દોલતગંજ બજારમાં રહેતાં આધેડ પાછલા કેટલાંક સમયથી આર્થિક સંકડામણ વેઠી રહ્યા હતાં. આ બાબતથી પરેશાન થઇને તેમણે શહેર નજીક આવેલી ખનનદીમાં મોતની છલાંગ મારીને આયખાનો અંત આણી લીધો હતો. ઘરે કોઇને કંઇ પણ કહ્યા વગર નીકળેલા આધેડનો બીજા દિવસે નદીમાંથી મૃતદેહ મળતાં પરિવાર સાથે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે દાહોદ બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરના દોલતગંજ બજારમાં સોનીવાડની ગલીમાં રહેતાં 56 વર્ષિય સંજયભાઇ મોહનલાલ શાહ ચાહની દુકાન ચલાવતા હતાં. તેમની ચાહની કીટલી બરોબર ચાલતી ન હતી. ધંધમામાં ઓછી આવક થતી હતી અને ઘરમાં ખર્ચાનું પ્રમાણ વધતુ હોવાની તેઓ માનસિક તાણમાં રહેતાં હતાં. સંજયભાઇ તણાવમાં રહેતાં હોવાથી સપ્તાહ પહેલાં જ ઝાડયડ હોસ્પિટલમાંથી તેમની દવા પણ લાવવામાં આવી હતી. 15મી તારીખની પરોઢના છ વાગ્યાના અરસામાં સંજયભાઇ પોતાની જીજે-20-8213 નંબરની એક્ટિવા લઇને ઘરેથી કોઇને કંઇપણ કહ્યા વગર નીકળી ગયા હતાં. મોડે સુધી તેઓ ઘરે નહીં આવતાં પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પત્ની મંગલાબેને સંજયભાઇ ગુમ થયાની જાણ પણ કરી હતી.

ત્યારે તપાસ દરમિયાન તેમની એક્ટિવા સંગમ નદીના પુલ ઉપરથી મળી આવી હતી. જેથી તેમણે આપઘાત કરી લીધો હોવાની આશંકાના પગલે ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાઓએ આસપાસ આવેલા કૂવા અને નદીના પાણીમાં પણ તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો મળ્યો ન હતો. ત્યારે શનિવારે બપોરે શોધખોળ દરમિયાન સંજયભાઇનો મૃતદેહ ખાન નદીમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં નદી ઉપર મોટુ ટોળુ ભેગુ થઇ ગયું હતું. બનાવ અંગે બી ડિવીઝન પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment