આમાં કેવી રીતે ભણશે ગુજરાત?:શાળાઓ શરૂ થયાને મહિનો થયો, પણ હજુ ધો. 1થી 11નાં પુસ્તકો મળતાં નથી - Alviramir

આમાં કેવી રીતે ભણશે ગુજરાત?:શાળાઓ શરૂ થયાને મહિનો થયો, પણ હજુ ધો. 1થી 11નાં પુસ્તકો મળતાં નથી

ગાંધીનગર42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

  • રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને પુસ્તકો પણ સમયસર પૂરાં પાડી શકતી નથી

13 જૂનથી શાળાઓ શરૂ થઇ ગઇ છે, એક મહિનો થઇ ગયો છતાં હજુ પણ ધો. 1થી 11ના કેટલાંક પુસ્તકો મળતા નથી. મોટા ભાગે દરેક ધોરણમાં એક એક વિષયનું પુુસ્તક મળતું નથી. પરિણામે વિદ્યાર્થીઓને શિક્ષણમાં મુશ્કેલી પડી રહી છે. જોકે પાઠ્ય પુસ્તક મંડળના નાયબ ડિરેક્ટર ડીઆર સરોવડાનું કહેવું છે કે પુસ્તક તંગીની કોઈ ફરિયાદ નથી.

અંગ્રેજી માધ્યમમાં કયાં પુસ્તક મળતાં નથી

ધોરણ પુસ્તકનું નામ
1

મેરી ગોલ્ડ(અંગ્રેજીવિષયનું પાઠય પુસ્તક), મેથ્સ

2, 3 મેરી
4

એન્વાયર્નમેન્ટ,મેથ્સ

5

એન્વાયર્નમેન્ટ(લુકિંગ અરાઉન્ડ), કુટકુટ (ગુજરાતીનું પાઠ્યપુસ્તક)

6

સોશિયલ સાયન્સ,મેથ્સ, સાયન્સ

7

સોશિયલ સાયન્સ,મેથ્સ, સંસ્કૃત

8

સોશિયલ સાયન્સ, સંસ્કૃત

9 મેથ્સ, સાયન્સ
10

સાયન્સ, ફૂટપ્રિન્ટ(અંગ્રેજીનું પુસ્તક)

ગુજરાતી માધ્યમમાં કયા પુસ્તકની તંગી

ધોરણ પુસ્તકનું નામ
4

કુહું (ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક)

5 હિન્દી
6, 8 સમાજિક વિજ્ઞાન
7 ગણિત
9 હિન્દી
11 વાણિજ્ય વ્યવસ્થા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment