આયોજન:કોલાબા-બાન્દરા-સીપ્ઝ મેટ્રો-3નું પરિક્ષણ ઓગસ્ટમાં થશે - Alviramir

આયોજન:કોલાબા-બાન્દરા-સીપ્ઝ મેટ્રો-3નું પરિક્ષણ ઓગસ્ટમાં થશે

મુંબઈ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આંધ્રપ્રદેશથી પહેલી મેટ્રો ટ્રેન મુંબઈ પહોંચશે

કોલાબા-બાન્દરા-સીપ્ઝ મેટ્રો-3 પ્રકલ્પની પ્રથમ ટ્રેન આંધ્રપ્રદેશથી ઓગસ્ટમાં મુંબઈ પહોંચે એવી શક્યતા છે. ટ્રેન મુંબઈ લાવવામાં વિલંબ થવાના લીધે મેટ્રો-3નપં પરિક્ષણ રખડી પડ્યું છે. હવે ઓગસ્ટમાં ટ્રેન આવવાની હોવાથી પરિક્ષણનો માર્ગ મોકળો થયો છે.

મેટ્રો-3નો કારશડ કાંજુરમાર્ગ ખાતેથી ફરી આરે કોલોનીમાં ઊભું કરવાનો નિર્ણય લઈને પ્રકલ્પ આગળ લઈ જવાનો પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉદ્દેશ પૂરો કરવા મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના વ્યવસ્થાપકીય સંચાલકની જવાબદારી ફરીથી અશ્વિની ભિડેને સોંપવામાં આવી છે. પદભાર સ્વીકાર્યા બાદ ભિડેએ પ્રકલ્પની મુલાકાત લઈને કામનો કયાસ કાઢ્યો હતો. પેકેજ 7ના મેટ્રો સ્ટેશનના અને મરોલ ખાતે હંગામી કારશેડનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.

મેટ્રો-3 પ્રકલ્પ માટે આંધ્રપ્રદેશના શ્રીસિટી ખાતે 31 મેટ્રો ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. એમાંથી પહેલી ટ્રેન તૈયાર થઈને કેટલાય મહિના વીતવા છતાં હજી ટ્રેન મુંબઈ પહોંચી નથી. કારશેડ અધવચ્ચે હોવાથી મરોલ-મરોશી ખાતે હંગામી કારશેડ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ કારશેડનું કામ અધુરું હોવાથી ટ્રેન લાવવી શક્ય નહોતી. હવે આ કામ પૂરું થવામાં છે. આ કામનું નિરીક્ષણ ભિડેએ કર્યું હતું. એ સમયે ઓગસ્ટમાં પહેલી મેટ્રો ટ્રેન મુંબઈ આવશે એવી માહિતી તેમણે આપી હતી.

હંગામી કારશેડની પ્રતિક્ષા
મેટ્રો-3નું પરિક્ષણ ડિસેમ્બર 2021થી રખડી પડ્યું છે. હંગામી કારશેડ પૂરું થયું ન હોવાથી ટ્રેન મુંબઈ આવી શકી નથી. તેથી પરિક્ષણ રખડી પડ્યું છે. ઓગસ્ટમાં ટ્રેન મુંબઈ પહોંચશે. તેથી આ પરિક્ષણ પાટે ચઢશે. જો કે પરિક્ષણ ક્યારે થશે એ બાબતે ભિડેએ જણાવ્યું કે ટૂંક સમયમાં માહિતી આપશું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment