આયોજન:છોટાઉદેપુરમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ - Alviramir

આયોજન:છોટાઉદેપુરમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ

છોટાઉદેપુર32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પેન્શન કેસ તાત્કાલિક તૈયાર કરી મોકલી આપવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચન કરાયું

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ નિવારણ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટરે સંકલન સમિતિની બેઠક દરમિયાન વિવિધ મુદ્દે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, દરેક કચેરીઓમાં અરજદારો અને નાગરિકો દ્વારા અરજી કરવામાં આવતી હોય છે. દરેક શાખા અધિકારી નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરે એ ઇચ્છનીય છે. બાકી પેન્શન કેસો અંગે, વયનિવૃતિ કે અવસાનના કેસમાં જે પેન્શન કેસ બનાવવાનો થાય છે તાત્કાલિક તૈયાર કરી મોકલી આપવામાં આવે.

આ ઉપરાંત સરકારી નાણાની વસુલાતના મુદ્દે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, સરકારી નાણાંની બાકી વસુલાતની ઝડપથી રિકવરી કરવામાં આવે એ જરૂરી છે. કારણ કે, એ નાણાં પાછા લોકહિતના કામો માટે પરત આવતા હોય છે. માટે દરેક શાખાધિકારીએ તેમના વિભાગની સરકારી નાણાંની બાકી વસુલાત અંગે જરૂરી ઝડપી કાર્યવાહી કરે એ આવશ્ય છે. એમ જણાવી તેમણે ખાતાકીય તપાસના બાકી કેસો અંગે પણ વિગતે સમીક્ષા કરી હતી.

બેઠક દરમિયાન ભારતીય માનક બ્યુરોની ઓફિસના અધિકારીઓએ ભારતીય માનક બ્યુરો દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પ્રઝન્ટેશન રજૂ કર્યું હતું. ભારતીય માનક બ્યુરોની સુરત ઓફિસના ડાયરેકટરે ભારતીય માનક બ્યુરો દ્વારા કરવામાં આવતી કામગરીનો વ્યાપક ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારતીય માનક બ્યુરો ઔદ્યોગિક એકમો દ્વારા ગુણવત્તાયુકત ઉત્પાદન કરે તેમજ ઉપભોકતાઓને ગુણવત્તાયુકત ઉત્પાદ મળી રહે એ માટે કામ કરતું સંસ્થાન છે.

એમ જણાવી તેમણે દરેક સરકારી ઓફિસ દ્વારા જે વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે એ ભારતીય માનક બ્યુરો દ્વારા સર્ટિફાઇડ ઉત્પાદકો પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખે એ જરૂરી છે. તેમણે ભારતીય માનક બ્યુરો દ્વારા ધો. 9થી 12 વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ ક્લબ નામની એકટીવીટીઝ શરૂ કરવામાં આવશે. એમ જણાવી તેમણે આ એકટીવિટીઝ અંતર્ગત કરવામાં આવનારી વિવિધ પ્રવૃતિઓ અંગે પણ વિગતે સમજ આપી હતી.

સંકલન સમિતિની બેઠકમાં અધિક નિવાસી કલેકટર ડી.કે. બારીઆ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક જી.એમ બોરડ, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment