આયોજન:ફિટ ઇન્ડિયા તરફ અગ્રેસર થવા માટે ડોક્ટરોની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે - Alviramir

આયોજન:ફિટ ઇન્ડિયા તરફ અગ્રેસર થવા માટે ડોક્ટરોની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે

ભાવનગર42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા મંત્રી વાઘાણીના હસ્તે ડોક્ટરોનું હેલ્થ કેર એવોર્ડથી સન્માન
  • સમસ્યાઓ ઉજાગર કરીને સૌરાષ્ટ્ર સમાચારે એક આગવું સ્થાન મેળવ્યું છે

ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે કાર્યરત આરોગ્ય કર્મીઓ અને ડોક્ટરોનું હેલ્થ કેર એવોર્ડ-2022થી સન્માન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન ક્લબ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં આરોગ્ય કર્મીઓનું સન્માન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે વિકાસ સાથે આજે લોકો તંદુરસ્તીને મહત્વ આપતાં થયાં છે.

સમાજમાં હેપ્પીનેસ ઇન્ડેક્સ અંગેની જાગૃતિ વધવા લાગી છે ત્યારે ‘ફિટ ઇન્ડિયા’ તરફ અગ્રેસર બનવા માટે ડોક્ટરોની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેવાની છે. સોમનાથ ગ્રુપ સંચાલિત પલ્સ હોસ્પિટલના સહયોગ અને એટલાન્ટિસ પ્રોજેક્ટ (પીડી ગ્રુપ)ના સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો.

જીતુભાઇએ વધુમાં જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર સમાચારે સમાચારની દુનિયામાં ભાવનગર માટે એક વિશેષ પ્રીતિ ઊભી કરી છે અને સમાજની સમસ્યાઓ ઉજાગર કરીને મહત્વપૂર્ણ માહિતીથી સમાજને માહિતગાર કરવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે. દિવ્ય ભાસ્કરના સી.ઓ.ઓ. સંજીવ ચૌહાણ જણાવ્યું કે, સમાજમાં ડોક્ટરનું મહત્વ ઈશ્વર પછી મહત્વનું છે.

કોરોનાના સમયગાળામાં દેશના 13 લાખ ડોક્ટરોએ દિવસ-રાત જોયાં વગર સમાજને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. સૌરાષ્ટ્ર સમાચારના એક્ઝીક્યુટીવ એડીટર તારકભાઈ શાહે જણાવ્યું કે, ડોકટરોનું સન્માન એ લોકો પોતાની જિંદગીના 15-20 વર્ષ એક તપસ્વી માફક ભણવામાં ગાળે છે, કોરોનામાં પણ બધા દર્દીઓને જોઈ ગભરાતા ત્યારે ડોકટરોએ જીવના જોખમે દર્દીઓને અડીને સારવાર કરી તે માટે શહેરમાં આરોગ્યની સેવા સારી હોય તો શહેરના વિકાસમાં મદદરૂપ બને છે આ કારણોસર ડોકટરોનું સન્માન થવુ જરૂરી છે તેમણે મંત્રી વાઘાણીની કાર્યશૈલી ભાવનગર માટે સૌની યોજનામાં બોરતળાવ અને રીંગરોડના કાર્યનો ઉલ્લેખ કરી બીરદાવી હતી. ડોકટરોને પ્રીસ્ક્રીપ્શનમાં દવાની સાથે દર્દી અડધો કલાક સમાજસેવા કરે એવુ લખવા પણ અનુરોધ કર્યો હતો.

આભાર વિધી યુનિટ હેડ કલ્પેશ સાવલીયાએ કરી હતી. આ અવસરે રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, આરોગ્ય ક્ષેત્રના કર્મીઓ, ડોક્ટરો, સૌરાષ્ટ્ર સમાચારના કર્મચારીઓ અને પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઇ રાવલે અદભૂત તલવાર ડાન્સ દ્વારા મનોરંજન પુરૂ પાડ્યું હતુ. સંચાલન પુનિત પુરોહિતે કર્યું હતુ.

જીતુભાઈનું સસ્પેન્સ ભાવનગર માટે મહત્વનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર થશે
કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સમારોહમાં ભાવનગર માટે સરકારનો એક બહુ મહત્વનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે તેવી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ભાવનગરને ઘણો ફાયદો થવાનો છે. અમુક સરકારી વિભાગોની તાંત્રીક મંજુરી બાદ ભાવનગરને અસરકર્તા આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરાશે તેમ જણાવ્યું હતું. આવી જાહેરાત કરી જીતુભાઈએ સસ્પેન્સ ઊભુ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment