આયોજન:બુલેટ ટ્રેન ચલાવવા કોમ્પ્યુટર પર વર્ચ્યુઅલ પ્રશિક્ષણ અપાશે - Alviramir

આયોજન:બુલેટ ટ્રેન ચલાવવા કોમ્પ્યુટર પર વર્ચ્યુઅલ પ્રશિક્ષણ અપાશે

મુંબઈ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વડોદરાની પ્રશિક્ષણ સંસ્થામાં સિમ્યુલેટર્સ સિસ્ટમ મૂકવામાં આવશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પને ઝડપી કરવા માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે બુલેટ ટ્રેન ચલાવવાનું પ્રશિક્ષણ ચાલકોને આપવાનો નિર્ણય લીધો છે. બુલેટ ટ્રેનના પ્રાથમિક શિક્ષણ માટે કોમ્પ્યુટર પર વર્ચ્યુઅલ ટ્રેન ચલાવતી સિમ્યુલેટર્સ સિસ્ટમ વડોદરાની પ્રશિક્ષણ સંસ્થામાં મૂકવામાં આવશે.

જાપાનની એક કંપનીને 201 કરોડ 21 લાખ રૂપિયાની કિંમતના સિમ્યુલેટર્સ લગાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે પ્રકલ્પની રૂપરેખા, પ્રકલ્પનો પહેલો તબક્કો, સિમ્યુલેટર્સ લગાડવાની મુદત વગેરે માહિતી કંપનીને રજૂ કરી છે. વડોદરા સ્થિત પ્રશિક્ષણ સંસ્થામાં બે પ્રકારના સિમ્યુલેટર્સ લગાડવામાં આવશે. એક ચાલકોને સ્વતંત્ર પ્રશિક્ષણ માટે હશે. બીજું સિમ્યુલેટર 10 પ્રશિક્ષણાર્થી અને એક પ્રશિક્ષક પ્રશિક્ષણ આપી શકે એવું હશે.

આ સિમ્યુલેટરના લીધે ચાલકો સાથે બીજા કર્મચારીઓને બુલેટ ટ્રેન કેવી હશે, એનું ચોક્કસ કામ સમજવામાં મદદ થશે એમ જણાવવામાં આવે છે. સુરત, અમદાવાદ ભાગમાં બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ ચાલુ છે. આ પ્રકલ્પનમાં અમદાવાદથી વાપી 350 કિલોમીટરનો માર્ગ 2027 અથવા 2028માં પૂરો થઈને શરૂ થશે. આ પહેલાંના તબક્કામાં સુરતથી બિલિમોરા માર્ગ 2026 સુધી શરૂ કરવાનો ઉદ્દેશ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment