આરોગ્ય સુવિધા મજબુત બનાવવા પ્રયાસ:વલસાડમાં દરેક CHC અને PHC કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવાશે, 18 એમ્બ્યુલન્સની ખરીદ પ્રક્રિયા હાથ ધરાઈ - Alviramir

આરોગ્ય સુવિધા મજબુત બનાવવા પ્રયાસ:વલસાડમાં દરેક CHC અને PHC કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવાશે, 18 એમ્બ્યુલન્સની ખરીદ પ્રક્રિયા હાથ ધરાઈ

વલસાડએક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા નથી ત્યા ઉપલબ્ધ કરાવાશે

વલસાડ જિલ્લામાં કુલ 10 સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) અને 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) કાર્યરત છે. વલસાડ જિલ્લામાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા અને લોકોનાં આરોગ્યનું સ્તર ઉંચુ લાવવાનાં લક્ષ્ય સાથે તેમજ જિલ્લાના તમામ નાગરિકો, માતા અને બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે જરૂરી તમામ સુવિધા મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ વલસાડ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા બાબતે એનાલીસીસ કરવામાં આવ્યું હતું.
કઈ કઈ જગ્યાએ એમ્બ્યલન્સની ફાળવણી કરાઈ?
​​​​​​​વલસાડ જિલ્લામાં તમામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડના સહકાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને સતત પ્રયત્નો થકી વિકેંદ્રીત જિલ્લા આયોજનમાંથી 3 એમ્બ્યુલન્સ (મગોદ, નાનીતંબાડી, નાનીઢોલડુંગરી), ટ્રાઈબલ એરીયા સબ-પ્લાન (ન્યુ ગુજરાત પેટર્ન) માંથી 3 એમ્બ્યુલન્સ (ઉમરસાડી, ખત્તલવાડા, અંકલાસ), નિર્દિષ્ટ વિસ્તાર સર્વગ્રાહી વિકાસ (નોટીફાઈડ એરીયા) માંથી 4 એમ્બ્યુલન્સ (છીરી, કરવડ, ફણસા, સોળસુંબા), જિલ્લા વિકાસ અધિકારીની આયોજનની ગ્રાંટમાંથી 3 એમ્બ્યુલન્સ (ધરાસણા, વટાર, હનમતમાળ), કપરાડાના ધારાસભ્યના ભંડોળમાંથી 2 એમ્બ્યુલન્સ (નાનાપોંઢા, કપરાડા), ગ્રામ પંચાયત દહેરીનાં ભંડોળમાંથી 1 એમ્બ્યુલન્સ (દહેરી) અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી લી. તરફથી કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી હેઠળ 2 એમ્બ્યુલન્સ (પરીયા, વાંકલ) મળી કુલ 18 એમ્બ્યુલન્સની ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પૈકી 7 એમ્બ્યુલન્સની ડીલીવરી પણ થઈ ગઈ છે અને બાકી રહેલી 11 માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ 11 એમ્બ્યુલન્સની પણ આગામી મહિનાના અંત સુધીમાં ડીલીવરી થઈ જશે.
તમામ કેન્દ્રો પર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થશે
આ ઉપરાંત, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી. ત્યાં પણ આ વર્ષના અંત સુધીમાં જિલ્લા પંચાયત કક્ષાનાં નાણાપંચ/ તાલુકા પંચાયત કક્ષાનાં નાંણાપંચમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ કરવાથી વલસાડ જિલ્લાનાં બધાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment