આરોપીઓએ હદ વટાવી:જામનગરની કોર્ટમાં મારામારીના કેસની સુનાવણીમાં બે શખ્સ આવ્યા, એક દારૂના નશામાં અને બીજા પાસેથી છરી ઝડપાઇ - Alviramir

આરોપીઓએ હદ વટાવી:જામનગરની કોર્ટમાં મારામારીના કેસની સુનાવણીમાં બે શખ્સ આવ્યા, એક દારૂના નશામાં અને બીજા પાસેથી છરી ઝડપાઇ

જામનગર3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોર્ટમાં બંદોબસ્તની ફરજમાં હાજર રહેલા પોલીસ કર્મીની નજર પડતા ઝડપી લીધા

જામનગરની અદાલતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી મારામારીને કેસના બે આરોપીઓ તારીખે આવ્યા હતા. જેમાં એક ફુલ દારૂના નશામાં હતો અને એકની પાસે ગેરકાદેસર છરી હતી. જેના પર અદાલતની લોબીમાં પોલીસકર્મીની નજર પડતાં બંનેને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
ગ્રામ્ય વિસ્તારના મારામારીના કેસમાં મુદતે બે આરોપી આવ્યા હતા, જેમાં એક શખ્સ નશાની હાલતમાં અને બીજા પાસે છરી હતી. કોર્ટમાં બંદોબસ્તની ફરજમાં હાજર રહેલા પોલીસકર્મી જયેશભાઈ ભટ્ટ જોઈ જતાં આરોપીને પકડી લીધો હતો અને તેના કબ્જામાંથી છરી કબ્જે કરી હતી. જે બાદ પોલીસને જાણ કરતાં સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચી ગયો હતો. પૃથ્વીરાજ અને કેશવ ઉર્ફે કેશુ નામના શખ્સની અટકાય કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment