આરોપીઓની ઓળખ પરેડ:સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં પકડાયેલા લૂંટ,મોબાઈલ-ચેઈન સ્નેચિંગ, લૂંટ સહિતના 358 ગુનેગારોને એક જગ્યાએ એકઠા કરાયા - Alviramir

આરોપીઓની ઓળખ પરેડ:સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં પકડાયેલા લૂંટ,મોબાઈલ-ચેઈન સ્નેચિંગ, લૂંટ સહિતના 358 ગુનેગારોને એક જગ્યાએ એકઠા કરાયા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 358 Criminals Arrested In Last Five Years In Surat, Including Robbery, Mobile chain Snatching, Looting, Were Gathered At One Place.

સુરત2 કલાક પહેલા

  • કૉપી લિંક

અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને એકઠા કરાયા હતાં.

  • પોલીસમાં નવા જોડાયેલા લોકો આરોપીઓને ઓળખી શકે તે માટે આયોજન

સુરતમાં લૂંટ,મોબાઈલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ, હથિયાર ધારા તથા લૂંટના ગુનાઓમાં પકડાયેલા 358 આરોપીઓને આજે એક જગ્યાએ એકઠાં કરવામાં આવ્યાં હતાં. અલગ અલગ ગુનામાં પકડાયેલા આરોપીઓને કોમ્યુનિટી હોલમાં એકઠા કરીને શહેરની ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના સામે આરોપીઓની ઓળખ પરેડ કરાવવામાં આવી હતી.

જે તે વખતે ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને પોલીસકર્મીઓ ઓળખે તે માટે એકઠાં કરાયા હતા

જે તે વખતે ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને પોલીસકર્મીઓ ઓળખે તે માટે એકઠાં કરાયા હતા

આરોપીઓને સચેત કરાયા
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા અલગ અલગ રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે. પેટ્રોલિંગ દરમિયાન તથા ગુનાઓના ડિટેક્શન દરમિયાન ઝડપાયેલા આરોપીઓને સમય સમયે એકઠા કરીને તેમને ગુનાહિત પ્રવૃતિમાં ન જોડાવા માટે સચેત કરવામાં આવે છે. આરોપીઓને કોઈ હેરાન ન કરે તથા આવી પ્રવૃતિ કોઈ ન કરે કે તેમના ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

વરસાદના કારણે કોમ્યુનિટી હોલમાં આરોપીઓને એકઠા કરાયા હતાં

વરસાદના કારણે કોમ્યુનિટી હોલમાં આરોપીઓને એકઠા કરાયા હતાં

દેશભરમાંથી લોકો સુરત આવે છે
સુરત આર્થિક પાટનગર હોવાથી તથા ધંધા રોજગાર તમામને મળી રહેતા હોવાથી દેશભરમાંથી લોકો અહિં આવતા હોવાનું ઉમેરતા પોલીસ કમિશનરે કહ્યું કે, ધંધા રોજગાર માટે આવેલા આરોપીઓ ગુનાહિત પ્રવૃતિમાં જોડાઈ જતાં હોય છે આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં સ્નેચિંગના બનાવમાં 30 ટકાનો ઘટાડો અને દુષ્કર્મના કેસમાં 40 ટકાનો ઘટાડો થયો છે. સાથે જ પોલીસ દ્વારા 100 ટકા ડિટેક્શન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment