આરોપીઓને સખ્ત સજા આપો:વાવની દીકરી સાથે દુષ્કર્મ આચરનારા શખ્સોને સખ્ત સજા આપવા માંગ - Alviramir

આરોપીઓને સખ્ત સજા આપો:વાવની દીકરી સાથે દુષ્કર્મ આચરનારા શખ્સોને સખ્ત સજા આપવા માંગ

બનાસકાંઠા (પાલનપુર)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વાવ કોંગ્રેસ સમિતિના પ્રમુખે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં એક ગામમાં એક દીકરીને ત્રણ નરાધમોએ આંતરીને દુષ્કર્મ આચર્યું હતું. જેનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી. જેને લઇને વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસેંગ સોલાંકીએ આ આરોપીઓને ઝડપીને ઉદાહરણરૂપ સજા કરવા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી રજૂઆત કરી છે.

કડક કાર્યવાહની માંગ
વાવ તાલુકાના કોંગ્રેસ સમિતિ પ્રમુખે જિલ્લા પોલીસ વડાને વાવ તાલુકામાં બનેલી ઘટનાને લઇ રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, દીકરીને તેના જ ગામના ત્રણ નરાધમોંએ આંતરી તેને તદ્દન નગ્ન હાલતમાં વીડિયો ઉતારી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આ આરોપીઓનું ઉપરોક્ત વર્તન સમગ્ર સમાજ માટે હિણપતભર્યું કૃત્ય છે. આવા અધમ માણસોને ખાવામાં આવે તો આ વિસ્તારની ગરીબ પરિવારની દીકરીઓ તેનો ભોગ બની શકે છે. આ ગુનાના તમામ આરોપીઓને સાત દિવસમાં ઝડપીને તેમની વિરુદ્ધ ચાર્જ સીટ કરી તેમને સખ્તમાં સખ્ત સજા થાઈ તેવા પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવે તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment