આવાગમન બંધ:7 વર્ષ અગાઉ 8.50 કરોડના ખર્ચે બનેલો આંતલિયા-ઊંડાચ જતો કાવેરી બ્રિજનો એક ભાગ બેસી ગયો - Alviramir

આવાગમન બંધ:7 વર્ષ અગાઉ 8.50 કરોડના ખર્ચે બનેલો આંતલિયા-ઊંડાચ જતો કાવેરી બ્રિજનો એક ભાગ બેસી ગયો

નવસારી8 કલાક પહેલા

  • કૉપી લિંક

કાવેરીમાં ભારે પુરને લઇને ઊંડાચ બ્રિજનાે એક પિલર બેસી જતા અવર જવર માટે જોખમી બન્યો છે. આ વાત વાયુવેગે પ્રસરી જતા લોકો તે જોવા ધસી આવ્યા હતા. હાલ તંત્રએ બ્રિજ બંધ કર્યો છે.

  • કાવેરી નદીમાં આવેલા પૂરનો પ્રકોપ કે કામમાં લાપરવાહી?
  • ઊંડાચના લોકોને 20 કિલોમીટરનો ચકરાવો લેવાની ફરજ પડી, ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ગાંધીનગરની ટેકનિકલ ટીમ આ પુલનું નિરીક્ષણ કરવા આવશે
  • પહેલો પિલર બેસી જવાને કારણે એક્સપાન્શન જોઈન્ટમાં ગેપ વધ્યો

7 વર્ષ પહેલા 8.50 કરોડના ખર્ચે બીલીમોરા થઈ આંતલિયા અને ઉડાચને જોડતો કાવેરી નદી ઉપર પુલ બન્યો હતો. આ પુલના કારણે નદીના પેલે પાર રહેતા ઊંડાચ વાણિયા ફળિયા, લુહાર ફળિયાના ગ્રામજનોને બીલીમોરા સાથેના વ્યવહારમાં ખૂબ અનુકૂળતા રહેતી હતી. આંતલિયાથી 5 કિલોમીટર વાયા ઊંડાચ સીધા નેશનલ હાઇવે નંબર 48ના બલવાડા પહોંચી જવાથી હાઇવે સુધી પહોંચવાનું અંતર એકદમ ઘટી ગયું હતું. કાવેરી નદીમાં આવેલા ભજયનક પૂરના કારણે બંને કાંઠે વહેવાને કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

પુલનો થોડો ભાગ પહેલો પિલર થોડો બેસી જતા ક્ષતિ સર્જાઈ
ગુરુવારે મોડી રાત્રે કાવેરી નદીનું જળસ્તર ઘટતા ઊંડાચ તરફથી પુલનો થોડો ભાગ પહેલો પિલર થોડો બેસી જતા પુલમાં ક્ષતિ સર્જાઈ હતી. પુલ ક્ષતિગ્રસ્ત થતાં સૌ દોડતા થયાં હતાં. ઊંડાચ તરફ જતા પુલનો પહેલો પિલ્લર બેસી જવાને કારણે એક્સપાન્શન જોઈન્ટમાં ગેપ વધી ગયો છે. જેના કારણે જોખમી બનેલા આ પુલને વાહન વ્યવહાર અને આવાગમન માટે સદંતર બંધ કરી દેવાયો છે. ઊંડાચ વાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

બેસી ગયેલા પીલરનું નિરીક્ષણ કરાશે
​​​​​​​​​​​​​​
પુલ આવાગમન માટે બંધ થતા લોકોને 20 કિલોમીટર વધારે ચકરાવો લેવાનો વારો આવશે. આ પુલની ગંભીરતા ધ્યાને લઇ ગાંધીનગરની ટેકનિકલ ટીમ આ પુલનું નિરીક્ષણ કરવામાં આવશે. બેસી ગયેલા પીલરનું નિરીક્ષણ કરી આ બાબતે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment