આ સમસ્યાનો અંત ક્યારે આવશે:પાટણ શહેરના વોર્ડ નં.8માં માર્ગોની બિસ્માર હાલત, નિલમ સીનેમા અને બુકડીને જોડતો મુખ્ય માર્ગની હાલત ખરાબ - Alviramir

આ સમસ્યાનો અંત ક્યારે આવશે:પાટણ શહેરના વોર્ડ નં.8માં માર્ગોની બિસ્માર હાલત, નિલમ સીનેમા અને બુકડીને જોડતો મુખ્ય માર્ગની હાલત ખરાબ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Bad Condition Of Roads In Ward No.8 Of Patan City, The Main Road Connecting Neelam Cinema And Bukdi Is In Bad Condition.

પાટણ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રોડ બિસ્માર હોવાના કારણે વાહન ચાલકો પરેશાન

પાટણ શહેરના વોર્ડ નં.8માં માર્ગોની બિસ્માર હાલત હોવા છતા કોઇ નવીનીકરણ કરવામાં આવતું નથી. કોન્ટ્રાકટર તેમજ સુધરાઈ સભ્યોના કમીશનની લે-લ્હાયમાં વોર્ડ નં.8ના પ્રજાજનો માર્ગોની બીસ્માર હાલતને લઇ મોટી પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે શહેરના જૂનાગંજ બજારથી ઝીણીરેત, નિલમ સીનેમા અને બુકડીને જોડતા મુખ્ય માર્ગ પરથી પસાર થવું લોકો માટે માથાના દુઃખાવારુપ બની ગયું છે.

વાહનચાલકો રાહદારીઓ પરેશાન બન્યા
વોર્ડ નં.8ના જૂનાગંજ બજારથી ઝીણીરેત, નીલમ ટોકીઝ, બુક્ડી વિસ્તાર, અને સાથે સાથે વોર્ડ નં.9 ના કાળીબજારથી સિદ્ધિ સરોવરને જોડતા બિસ્માર માર્ગનું કોઇ જ નવીનીકરણ કરવામાં આવતું નથી. જેના કારણે પ્રજાજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

3 ભાજપના ઉમેદવાર છતાં કામ નથી થતું
વોર્ડ નંબર 8ના કોગ્રેસના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 8માં 3 ભાજપના ઉમેદવાર છે, છતાં પણ આ રોડનું કામ થતું નથી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. જોકે, આ વોર્ડ ઉપપ્રમુખ પણ વોર્ડ છે, છતાં શુ મુશ્કેલી પડી રહી છે આ રોડ કરવામાં તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment