ઉમેદવારોની આતુરતાનો અંત:LRD ભરતી 2018નું વેઇટિંગ લિસ્ટ જાહેર, અહીં જુઓ 1327 પુરુષ અને 1112 મહિલા ઉમેદવારોનું આખું લિસ્ટ - Alviramir

ઉમેદવારોની આતુરતાનો અંત:LRD ભરતી 2018નું વેઇટિંગ લિસ્ટ જાહેર, અહીં જુઓ 1327 પુરુષ અને 1112 મહિલા ઉમેદવારોનું આખું લિસ્ટ

અમદાવાદએક કલાક પહેલા

ફાઈલ તસવીર

વર્ષ 2018ની એલઆરડી ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે. આ સાથે જ લાંબા સમયથી વેઈટિંગ લિસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોના ઈંતજારનો અંત આવ્યો છે. IPS વિકાસ સહાયે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. https://lrbgujarat2018.in/ વેબસાઈટ પર જાહેર કરાયેલા આ વેઇટિંગ લિસ્ટમાં 1327 પુરુષ ઉમેદવારો તથા 1112 મહિલા ઉમેદવારો મળીને કુલ 2439 ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે.

પુરુષ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

મહિલા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

  • લોકરક્ષક કેડર-2018 ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા.10/12/2019 નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા.24/04/2020 નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે.
  • પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે
  • પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.
  • જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

ઉમેદવારોની 20 ટકા વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ હતી
ગત એપ્રિલમાં આંદોલન કરનારા ઉમેદવારોને પારણાં કરાવીને આ ભરતી માટે 20 ટકા વેઇટિંગ લિસ્ટ જાહેર કરી તાત્કાલિક નિમણૂકો આપવાનું સરકારે જાહેર કર્યું હતું, પરંતુ આ જાહેરાતને પણ ત્રણ મહિના થવા છતાં વેઇટિંગ લિસ્ટ બહાર ન પડતા ઉમેદવારોએ ફરી આંદોલનની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 12 હજાર જગ્યાની ભરતી હોવાથી 20 ટકા લેખે 2400નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment