એક કા ડબલ કૌભાંડ:અમદાવાદમાં તાંત્રિક વિદ્યાના બહાને રૂપિયા ડબલ કરવાની લાલચ આપનાર 3 ભેજાબાજ ઝબ્બે, 9 લાખ રોકડ કબ્જે કરાઈ - Alviramir

એક કા ડબલ કૌભાંડ:અમદાવાદમાં તાંત્રિક વિદ્યાના બહાને રૂપિયા ડબલ કરવાની લાલચ આપનાર 3 ભેજાબાજ ઝબ્બે, 9 લાખ રોકડ કબ્જે કરાઈ

અમદાવાદ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પૈસા કમાવાની અને તાબડતોબ રૂપિયાવાળા થવાની લાલચમાં માણસો અનેક વખત છેતરાઈ જતા હોય છે.તેવામા અમદાવાદમાં ચાલતા એક કા ડબલ કૌભાંડનો પર્દાફાશ થયો છે.ત્યારે એસઓજીએ ડબલ રૂપિયાની લાલચ આપી લોકોને છેતરતી ગેંગના 3 શખ્સોને સરખેજ ફતેવાડી પાસેથી પોલીસે દબોચી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.સાથે જ એસઓજીએ રોકડ સહિત કુલ 9,06,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ અર્થે આરોપીઓને સરખેજ પોલીસને સોંપ્યા હતા.વિધિના નામે રૂપિયા ડબલ કરી આપવાનું કહી ભેજાબાજ આરોપીઓ અંધશ્રદ્ધા ફેલાવતા હતા અને લોકોને શિશામાં ઉતારી રૂપીયા ખંખેરતા હતા. તેવામાં 11 લાખ રૂપિયાના ડબલ કરી આપવાની લાલચ આપી હતી. જે મામલે પોલીસને જાણ થતાં પોલીસે રેડ પાડી હતી આ દરમિયાન સરખેજ ફતેવાડી પાસે વ્હાઈટ નોટ પર કેમિકલ લગાવીને આરોપીઓ નોટ બનાવતા હોવાનું ભોપાળુ ઉઘાડું પડ્યું હતું.એસઓજીને પૂછપરછ કરતા અનવર ઉર્ફે અનવર બાપુ(ઉ.40,રહે સરખેજ),પરવેઝઅલી સૈયદ(ઉ.34,રહે.સરખેજ),મજહર શેખ (ઉ.27,રહે.સરખેજ)હોવાનું જાણવા મળ્યું હતું.એસઓજીએ ત્રણેય આરોપીઓ પાસેથી રોકડ 9 લાખ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 9,06,000નો મુદ્દામાલ જપ્ત કરી તમામની ધરપકડ કરી વધુ તપાસ અર્થે સરખેજ પોલીસને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment