એક જ એજન્સીને રસ:ખાનગી મેળા માટે ન મળ્યા ભાડૂઆત - Alviramir

એક જ એજન્સીને રસ:ખાનગી મેળા માટે ન મળ્યા ભાડૂઆત

રાજકોટ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અમીન માર્ગ અને સાધુવાસવાણી રોડ પરના પ્લોટ ખાલી રહેશે

રાજકોટ મહાનગરપાલિકાએ ખાનગી મેળાના આયોજન માટે મનપાની માલિકીના ત્રણ પ્લોટ ભાડે આપવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા પણ ત્રણેયમાંથી ફક્ત એક જ પ્લોટ માટે એક જ ટેન્ડર આવ્યું છે જેને હવે મંજૂરી અપાશે. રાજકોટ શહેરના નાનામવા સર્કલ પાસેથી 9900 ચોરસ મીટરના પ્લોટ તેમજ સાધુવાસવાણી રોડ અને અમીન માર્ગ અને 150 ફૂટ રિંગ રોડ કોર્નર પરના પ્લોટને ભાડે આપવા ટેન્ડર થયા હતા અને અપસેટ પ્રાઈઝ પ્રતિ ચોરસ મીટર 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર દૈનિક રાખવામાં આવી હતી.

ટેન્ડર માટે સમય આપ્યા બાદ પણ ફક્ત નાનામવા સર્કલ માટે એક જ ટેન્ડર આવ્યું હતું અને તેમાં પણ 5.50 રૂપિયા એટલે કે અપસેટ ભાવ કરતા ફક્ત 50 પૈસા જ વધારે ભાવ ભરાયો હતો. રિ-ટેન્ડર કરવા માટે હવે સમય ન હોવાથી આ જ ટેન્ડરને જ મંજૂરી અપાશે જે માટે ફાઈલ હવે કમિશનર કક્ષાએ ગઈ છે.

મ્યુનિસિપલ કમિશનરનું જાહેરનામું: શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવા આદેશ
રાજકોટ | ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે જ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને શ્રાવણના સોમવાર કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલા છે તેથી આ દિવસોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કમિશનરે નોનવેજને લઈને પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર ઓગસ્ટ માસની તા.1, 8, 15, 19 અને 22ના રોજ શ્રાવણ માસના સોમવાર તેમજ જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવાની રહેશે અને જાહેરનામા ભંગ બદલ જીપીએમસી એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે તેવી ચીમકી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment