એક સાથે 5 વાહનો અથડાયા:વલસાડના સોનવાડા હાઈવે પર ખાડાના કારણે ટ્રક પલટી, પાછળ આવી રહેલી 4 કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત - Alviramir

એક સાથે 5 વાહનો અથડાયા:વલસાડના સોનવાડા હાઈવે પર ખાડાના કારણે ટ્રક પલટી, પાછળ આવી રહેલી 4 કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • એક પરિવારના 3 વ્યક્તિઓના જીવ લીધા બાદ આજે તેજ જગ્યા પર 5 વાહનો વચ્ચે અકસ્માત

વલસાડ હાઈવે પર દિનપ્રતિદિન અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં બે દિવસ અગાઉ હાઈવે પર ખાડાના કારણે એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોત થયા હતા. ત્યારે આજે તેજ જગ્યા પર 5 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. જેને લઇને હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.

અકસ્માતમા એક વ્યક્તિને નાની મોટી ઈજા
વલસાડના સોનવાડા હાઇવે પર સુરતથી મુંબઈ જતા માર્ગ પર ખાડાના કારણે બ્રિજ ઉપરથી પસાર થતી એક ટ્રક ડીવાઈડર પર પલટી ખાઈ ગઈ હતી. જે બાદ પાછળ આવી રહેલી 4 ઇકો કાર પણ આ ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. સોનવાડા બ્રિજ ઉપર પડેલા ખાડાના કારણે વાહનો ગોકલ ગતિએ આગળ વધારવા પડે છે. આ અકસ્માતમા એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે અન્ય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

હાઇવે પરના ખાડાઓ પુરવા માગ
પ્રથમ વરસાદમાં સોનવાડા હાઇવે ધોવાઈ જતા છેલ્લા 3-4 દિવસોથી અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે. હાઇવે ઉપર પડેલા ખાડાઓને લઈને વાહનોની સ્પીડ ધીમી પડતા પાછળ આવતા વાહન ચાલકો વાહન ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. સ્થાનિક લોકોએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવાયું હતું કે, સતત વધી રહેલા અકસ્માતમાં માત્રને માત્ર હાઇવે ઓથોરિટી જ જવાબદાર છે. તેમને અને તંત્રને આ બાબતે જાણ કરવા છતાં કોઈ કામગીરી હાઇવે પર કરવામાં આવી નથી. જેને લઇને લોકો આજે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અને જો વેહલી તકે હાઇવે પરના ખાડાઓ નહિ પૂરવામાં આવશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ટોલ નાકા પર ટેક્ષ ભરવા છતાં હાઇવે ખખડધજઅકસ્માતોની આવી ઘટના બનતા અટકે અને હાઇવે પરના ખાડા પૂરવામાં આવે તેવી માગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇવેના ટોલ નાકા પર ટેક્ષ ભરવા છતાં હાઇવે ખખડધજ છે. અને હાઇવે પર રાતના સમયે મોટા ભાગે સ્ટ્રીટ લાઈટો બંધ હોય છે. દરેક વાહન ચાલકો ટોલ ટેક્ષ ભરે છે. તેની સામે હાઇવે પર સુવિધા મળતી નથી. જેને લઇને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment