એરગનની અણીએ લૂંટ કરનારા ઝડપાયા:જૂનાગઢના વડાલ નજીક યુવાનને લીફ્ટ આપવાના બહાને લૂંટી લીધો, પોલીસે બે શખ્સોને દબોચી લીધા - Alviramir

એરગનની અણીએ લૂંટ કરનારા ઝડપાયા:જૂનાગઢના વડાલ નજીક યુવાનને લીફ્ટ આપવાના બહાને લૂંટી લીધો, પોલીસે બે શખ્સોને દબોચી લીધા

જૂનાગઢ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બાંટવાના એક શખ્સની પણ સંડોવણી ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી

જૂનાગઢ તાલુકાના વડાલ નજીક બે દિવસ પહેલા આંબલીયાના યુવાનને લિફ્ટ આપી એરગન બતાવી મોબાઇલ ફોન લૂંટી લેનાર માણાવદરના બે શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યા છે. તેઓની પૂછપરછ કરતા તેની સાથે બાટવાનો એક શખ્સ હોવાની પણ કબૂલાત આપી હતી.

યુવાન વાહનની રાહ જોઈ રહ્યો હતો
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના વસીમ સલીમભાઈ સુમરા અમદાવાદથી બસમાં ઉતરી આંબલીયા જવા વાહનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે નંબર પ્લેટ વગરના સ્કુટર પર આવેલા ત્રણ શખ્સે અહીંથી વાહન નહિ મળે તેમ કહી સાબલપુર ચોકડી સુધીની લિફ્ટ આપી વસીમ સુમરાને વચ્ચે ઉતારી તેને ગાળો આપી મોબાઇલ લૂંટી લીધો હતો. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આરોપીએ લૂંટ કર્યાની કબૂલાત કરી
આ લૂંટમાં સામેલ માણાવદરના બહારપરા વિસ્તારના રોહિત ઉર્ફે ડાડો ઝેરી અરજણ રાઠોડ અને રાવળપરા વિસ્તારના વિજય રતી ચૌહાણ અને બાંટવાના ભાવેશ માધા ચુડાસમાની સંડોવણી હોવાની અને રોહિત અને વિજય બંને હાલ ડેરવાણ ચોકડી ઉભા હોવાની બાતમી મળતા એલસીબીના સ્ટાફે ત્યાં જઈ રોહિત ઉર્ફે ડાડો ઝેરી અને વિજય ચૌહાણને પકડી પૂછપરછ કરતા તેણે મોબાઇલ લૂંટ કર્યાની કબુલાત આપી હતી. તેની સાથે બાટવાનો ભાવેશ માધા ચુડાસમા પણ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment