એરપોર્ટ સત્તાધીશોનો અવ્યવહારુ અભિગમ:જાહેરાત છતાં વિસ્તારા સ્લોટ મેળવી શકી નહી - Alviramir

એરપોર્ટ સત્તાધીશોનો અવ્યવહારુ અભિગમ:જાહેરાત છતાં વિસ્તારા સ્લોટ મેળવી શકી નહી

સુરત17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એરલાઇન્સને હજુ બુિકંગ ઓફિસ મળી નથી

સુરત એરપોર્ટ પર આવવા આતુર એરલાયન્સ કંપનીને હજુ સુધી ઘણી બધી અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત એરપોર્ટના સત્તાધીશોના કેઝુઅલ એપ્રોચને લીધે વિસ્તારા એરલાઈન્સ જુલાઈના અંત સુધીમાં સુરતથી એર સર્વિસ શરૂ કરવાની હતી પરંતુ સુરત એરપોર્ટની અસુવિધા અને અવ્યવહારુ વલણ એર લાઈન કંપનીને નડી રહ્યું છે.

વિસ્તારા એરલાઇન્સ દ્વારા હાલ સ્પાઈસ જેટની બુકિંગ ઓફિસ છે તેની બાજુમાં જ ઓફિસની માંગણી કરી હતી. પણ અત્યાર સુધી વિસ્તારા એરલાઇન્સને જગ્યાની ફાળવણી કરવામાં આવી નથી એટલું જ નહીં તે ઉપરાંત જરૂરિયાત મુજબનો સ્લોટ પણ આપવામાં અસમર્થ રહી છે.જ્યારે બીજી તરફ ગો ફર્સ્ટ એરલાઇન્સને પણ પાર્કિંગ આપવામાં આવ્યા બાદ તેમને પણ પાર્કિંગ મળ્યું નથી એવી માહિતી મળી રહી છે. તેથી તેમને પણ સુરત સ્ટેશનથી તેમની સર્વિસ હાલ પૂરતી સસ્પેન્ડ કરી છે.સુરત એરપોર્ટ પર થતા વિકાસ કામો માટે ક્રેડિટ લેતા લોકોએ આ બાબતે લોકોના હિતમાં કામ કરી સુરત એરપોર્ટ પર પોતાની સર્વિસ શરૂ કરવા માંગતી એરલાઇન્સ કંપનીઓને તકલીફ ન પડે એ દિશામાં પણ કામગીરી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment