એ..એ..ધડામ દઇને પડ્યા:રાજકોટના કોઠારીયા રોડ પર પાણી ભરાયેલા ખાડામાં પડતા વાહનચાલકોના LIVE દૃશ્યો - Alviramir

એ..એ..ધડામ દઇને પડ્યા:રાજકોટના કોઠારીયા રોડ પર પાણી ભરાયેલા ખાડામાં પડતા વાહનચાલકોના LIVE દૃશ્યો

રાજકોટ31 મિનિટ પહેલા

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં વરસાદ પડ્યા બાદ રંગીલા રાજકોટવાસીઓનો જાણે રંગ ઉડી ગયો હોય તેવી પરિસ્થિ ઉત્પન્ન થઇ છે, જ્યાં જોઇએ ત્યાં રોડ રસ્તાઓ બિસ્માર પરિસ્થિતિમાં દેખાઇ રહ્યા છે. રાજકોટ ઈસ્ટ ઝોન હોય કે વેસ્ટ ઝોન હોય કે પછી સેન્ટ્રલ ઝોન હોય. રોડ રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે. ત્યારે શહેરના કોઠારીયા રોડ સ્વાતિ પાર્કના વરસાદ વરસ્યા બાદ ખાબોચિયું ભરાયું હતું. જેમાંથી પસાર થતા એક પછી એક સ્થાનિક કારખાનેદારો, વિદ્યાર્થીઓ અને રાહદારી પડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે પાણી ભરેલા ખાડામાં વાહન ચાલકો પડી રહ્યા છે. અને તંત્ર સબ સલામતનાં દાવા કરી રહ્યું છે.

મનપાની પોલ છતી થઇ
નોંધનીય છે કે આવા સમયે લોકોની સમસ્યાને દૂર કરવાને બદલે તંત્ર ઘોરનિંદ્રામાં હોય તેવું સામે આવી રહ્યું છે. જ્યાં તંત્ર દ્વારા રોડ રીપેરીંગની માત્ર વાતો જ કરવામાં આવે છે. જયારે સ્થિતિ તદ્દન વિપરીત છે. રાજકોટ શહેરમાં જાણે ખાડા ખબડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય હોય તે રીતે મોટા ભાગના વિસ્તારોમાં ખાડા ખબડા અને કાદવ કીચડ જોવા મળી રહ્યું છે. થોડા જ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થઈ જતા મનપાની પોલ છતી થઇ જવા પામી છે. દર વર્ષે મનપા દ્વારા ચોમાસા પૂર્વે ગેરેન્ટેડ રોડ રસ્તા રીપેર કરવામાં આવ્યાની વાતો કરવામાં આવે છે પરંતુ શહેરમાં ચોમાસા પૂર્વે રીપેર થતા રસ્તા કરતા ચોમાસા દરમિયાન તૂટેલા રસ્તાની સંખ્યા વધુ સામે આવતી હોય છે.

CCTV સામે આવતા તંત્રની પોલ છતી થઈ

CCTV સામે આવતા તંત્રની પોલ છતી થઈ

સદનસીબે કોઈ ગંભીર ઇજા થઇ નહોતી
સ્માર્ટ સિટી હાલ જાણે ખાડાનગરી બન્યું હોય તેવી રીતે શહેરમાં ઠેર-ઠેર ‘ખાડા’રાજ જોવા મળી રહ્યું છે. જેમાં વોર્ડ નંબર 18માં આવેલા કોઠારીયા રોડ સ્વાતિ પાર્કનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગત તારીખ 11 જુલાઈનાં રોજ ભારે વરસાદ પડ્યો ત્યારનાં આ ફૂટેજ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વાહન ચાલક પસાર થઈ રહ્યા છે. પાણીને કારણે રસ્તામાં પડેલો મોટો ખાડો નહીં દેખાતા આ વાહન ચાલક તેના એક્ટિવા સહિત કાદવમાં ખાબકે છે. જો કે સદનસીબે તેમને કોઈ ગંભીર ઇજા થઇ નહોતી. પરંતુ CCTV સામે આવતા તંત્રની પોલ છતી થઈ છે. ત્યારે જોવાનુ રહેશે કે તંત્ર આ મુદ્દે જનતાની આ ફરિયાદ સાંભળે છે કે પછી આંખ આડા કાન રાખે છે.

ધોરાજીના ફરેણી રોડ પર આવેલ ચેકડેમના પારામા ગાબડુ પડયું

ધોરાજીના ફરેણી રોડ પર આવેલ ચેકડેમના પારામા ગાબડુ પડયું

ધોરાજીમાં ચેકડેમના પારામા ગાબડુ પડયું
આ ઉપરાંત રાજકોટમાં ધોરાજીના ફરેણી રોડ પર આવેલ ચેકડેમના પારામા ગાબડુ પડયું હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના ફરેણી રોડ પર વરસાદી પાણી સંગ્રહ માટે તંત્ર દ્વારા ચેકડેમ બનાવવામા આવેલ હતો. આ ચેકડેમનુ સંગ્રહ કરેલ પાણી આજુબાજુના વિસ્તારના ખેડૂતોને આશીર્વાદ સમાન છે. ખેડૂતો પોતાના ખેતરમાં આ સંગ્રહ કરેલ જળનો સિંચાઈ માટે ઉપયોગ કરે છે. ઉપરવાસમા પડેલા ભારે વરસાદને કારણે ફરેણી રોડ પર આવેલ ચેકડેમ પારામા ગાબડુ પડી ગયું છે. જેને પગલે બધુ પાણી વેડફાય થઈ ગયું છે અને ખેડૂતો માટેના ઉપયોગી જળ વહી ગયું છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતા આ જળનું વેડફાટ થઈ જતા ખેડૂતોમાંથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment