કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો:મકાનોમાં ગટરના પાણી ઘૂસ્યાની ફરિયાદ સાથે પાલિકામાં મોરચો - Alviramir

કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો:મકાનોમાં ગટરના પાણી ઘૂસ્યાની ફરિયાદ સાથે પાલિકામાં મોરચો

ભુજ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વહેણોમાં મકાનો હોઈ વરસાદી પાણી ભરાવવાથી સમસ્યા થઇ : નગરપતિનો દાવો

ભુજ નગરપાલિકામાં સોમવારે વોર્ડ નંબર 1 અને 2ના 3 નગરસેવકોને સાથે રાખીને રહેવાસીઓનો મોરચો આવ્યો હતો, જેમાં ગટરના પાણી ઘર મકાનોમાં ઘૂસ્યાની ફરિયાદ હતી, જેથી નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરે કહ્યું હતું કે, ભારે વરસાદને કારણે વહેણોમાં વરસાદી પાણી ભરાવવાથી સ્વાભાવિક રીતે ગટરની ચેમ્બર ઉભરાય અને તેના પાણી વરસાદી પાણીના વહેણો સાથે ભરી જવાથી એવું થાય.

આમ છતાં જોઈતી મશીનરી અને સફાઈ કામદારો મોકલી તાત્કાલિક કાર્યવાહી કરાવું છું.સોમવારે બપોરે 12.30 વાગે મોરચો આવવાનો હતો, જેથી પોલીસ કાફલો અગાઉથી ગોઠવાઈ ગયો હતો. મુખ્ય અધિકારીની ચેમ્બર બાદ નગરપતિ પાસે રજુઆત કરવા આવ્યો હતો. વિપક્ષીનેતા કાસમ સમા, નગરસેવિકા આઈસુબેન સમા અને રાણબાઈ મહેશ્વરી સાથે પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હમીરસર તળાવમાં પાણી લાવવા ભલે પ્રયાસ કરો. પરંતુ, વોર્ડ નંબર 1, 2માં પાણી ભરાયા છે.

આના નિકાલ માટે પણ કાંઈ વ્યવસ્થા ગોઠવો. તેમની રજુઆતમાં મુસ્તાક હિંગોરજા, ભુજ શહેર કોંગ્રેસના કિશોરદાન ગઢવી ઉપરાંત આશાપુરા નગરના રહેવાસી ધર્મેશ મહેશ્વરી સહિતના આગેવાનો જોડાયા હતા. બીજી તરફ પ્રવકતા ગની કુંભારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ગટર સમસ્યા ભુજ નગરપાલિકાના નિષ્ફળ તંત્ર સર્જિત છે.

ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય કે જેઓ ગુજરાત વિધાસભાના અધ્યક્ષ પણ છે ત્યારે ભુજ નગરપાલિકાને ગટરના પાણી ખેંચવા માટે ટ્રેક્ટર ભાડે ના મળતા હોય અે મોટી નાલેશી છે. અખબારી યાદીમાં સ્થાનિક રહેવાસીઓના વિરોધથી એક સમય નગરપતિ હેબતાઈ ગયા હતા અેવો દાવો કરાયો હતો. આશાપુરા નગર, કજલી નગરના રહેણાક મકાનમાં ગટરના પાણી ભરાયાં છે એ સમસ્યાઓ જો તાત્કાલિક દૂર કરવામાં નહિ આવે તો મહિલાઓને સાથે રાખી નગરપતિ અને ચીફ ઓફિસરનો ઘેરાવ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment