કડક કાર્યવાહી:લીંબડીમાં હોમગાર્ડ જવાન દ્વારા ચલાવવામાં આવી રહેલા ગુડદી પાસાના જુગારધામ પર પોલીસનો દરોડો - Alviramir

કડક કાર્યવાહી:લીંબડીમાં હોમગાર્ડ જવાન દ્વારા ચલાવવામાં આવી રહેલા ગુડદી પાસાના જુગારધામ પર પોલીસનો દરોડો

સુરેન્દ્રનગર32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે રોકડા રૂપિયા 1,47,300, એક ક્રેટા કાર, ત્રણ મોબાઇલ ફોન સહીત કુલ રૂપિયા 11,62,300નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં હોમગાર્ડ જવાન દ્વારા ચલાવવામાં આવતા ગુડદી પાસાના જુગારધામ પર પોલીસનો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે રોકડા રૂપિયા 1,47,300, એક ક્રેટા કાર, ત્રણ મોબાઇલ ફોન સહીત કુલ રૂપિયા 11,62,300નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

હોમગાર્ડનો જવાન ચલાવી રહ્યો હતો જુગારધામ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં હોમગાર્ડ જવાન દ્વારા ચલાવવામાં આવતા ગુડદી પાસાના જુગારધામ પર પોલીસનો દરોડો પાડ્યો હતો. જેમાં લીંબડી ખાતે કબીર આશ્રમ પાછળ આવેલા રહેણાંક મકાનમાં હિંમત દલાભાઇ ડાભી નામનો શખ્સ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તે વાલમ ભરવાડ નામના શખ્સ સાથે મળી જુગારધામ ચલાવતો હતો.

લીંબડી પોલીસે બાતમીના આધારે ગુડદી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા જ્યારે જુગારધામના સંચાલક હોમગાર્ડ જવાન સહીત કુલ ત્રણ શખ્સો નાસી છુટવામાં સફળ થયા હતા. આ દરોડામાં પોલીસે રોકડા રૂપિયા 1,47,300, એક ક્રેટા કાર, ત્રણ મોબાઇલ ફોન સહીત કુલ રૂપિયા 11,62,300નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ આરોપીઓ ઝડપાયા
લીંબડી પોલીસે દિનેશભાઇ ભગવાનભાઇ કાટોડીયા રહે-સુરેન્દ્રનગર, અજીતભાઇ રેવાભાઇ ડાભી રહે- સુરેન્દ્રનગર, ઘનશ્યામભાઇ બેચરભાઇ પટેલ- રહે-સુરેન્દ્રનગર, રહેમાનભાઇ ગુલામરસુલભાઇ સામતાણી રહે-ધ્રાંગધ્રા અને જીગ્નેશભાઇ વિનોદભાઇ સોલંકી રહે-લીંબડી પોલિસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે હિંમતભાઇ દલાભાઇ ડાભી ( હોમગાર્ડ જવાન ) રહે-લીંબડી , વાલમ ભરવાડ- રહે-લીંબડી અને છગનભાઇ રૂડાભાઇ સોડલા- રહે-લીંબડીને ઝબ્બે કરવા લીંબડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ લીંબડી પોલીસ મથકના પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment