સુરત43 મિનિટ પહેલા
પરેશ વસાવા
- પરેશપ વસાવાની સાથેની હાસ્ય કલાકાર ધારશીભાઈ બેરડીયા આપમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો તળજોડની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે નિઝર તાલુકામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા પરેશ વસાવા ભાજપનો સાથ જોડી આપમાં જોડાયા છે. આપમાં જોડાયેલા પરેશ વસાવા ભાજપમાં ગુજરાત સરકાર આદિજાતિ વિભાગના ડાયરેક્ટર પદે હતા.આપમાં જોડાતા પરેશ વસાવા એ કહ્યું કે ભાજપ ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટી છે. તેથી તેમણે ઈમાનદાર આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કર્યું છે.
કોંગ્રેસ અને ભાજપ પણ છોડ્યા
નિઝર તાલુકામાં 15 વર્ષ જેટલા લાંબા સમય સુધી ધારાસભ્ય પદે પરેશ વસાવાના પિતા ગોવિંદભાઈ વસાવા રહ્યા હતા.ચીમનભાઈ પટેલને સરકારમાં મંત્રી હતા.ત્યારે પરેશ વસાવાએ કોંગ્રેસ બાદ ભાજપનો ભોગવો ધારણ કર્યો હતો .ભાજપમાં પરેશ વસાવા ગુજરાત સરકાર આદિજાતિ વિભાગના ડાયરેક્ટર પદે હતા. પરંતુ તેમ છતાં ભાજપ છોડીને તેઓ આજે આપમાં જોડાયા છે.
ભાજપમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે
પરેશ વસાવા એ જણાવ્યું હતું કે,અમે વર્ષોથી બાપ દીકરો રાજકારણમાં છીએ પરંતુ ભાજપમાં હાલ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.તેટલો ભ્રષ્ટાચાર અગાઉ ક્યારેય નહોતો.આદિવાસી વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે મંત્રીઓને અવારનવાર લેટર લખીને જાણ કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નહીં ભૂલતા ના ફરિયાદ કે રજૂઆત ન કરવા સલાહ આપવામાં આવતી હતી તેથી આખરે કંટાળીને મેં ભાજપને છોડીને ઈમાનદાર આમ આદમી પાર્ટીના શૈક્ષણિક બનવાનો સંકલ્પ લીધો છે.