કરજણ ડેમના દરવાજા બંધ કરાયા:વરસાદના વિરામ બાદ પાણીની આવક ઘટતા કરજણ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા; સપાટી 105.76 મીટર પર પહોંચી - Alviramir

કરજણ ડેમના દરવાજા બંધ કરાયા:વરસાદના વિરામ બાદ પાણીની આવક ઘટતા કરજણ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા; સપાટી 105.76 મીટર પર પહોંચી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • After A Break In The Rains, The Gates Of The Karjan Dam Were Closed As The Water Income Decreased; The Surface Reached 105.76 Meters

નર્મદા (રાજપીપળા)41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમની જળ સપાટી તેના રુલ લેવલ વટાવી જતા કરજણ ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરજણ યોજના વિભાગ દ્વારા કરજણ ડેમના દરવાજા તબક્કાવાર ખોલવામાં આવ્યા હતા. છ દિવસ સતત કરજણ ડેમમાંથી પાણી છોડાયા બાદ આજે કરજણ ડેમના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. કરજણ નદીઓમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાતા કરજણ નદી હાલ શાંત થઈ જતા કાંઠાના ગામોના ખેતરો અને રહીશોને રાહત થઇ છે.

429 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
હાલ કરજણ ડેમમાં ઉપરવાસમાં વરસાદને કારણે 10,429 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાઇડ્રો પાવર ચાલુ કરવાથી 429 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધે તો ડેમનું રુલ લેવલ સાચવવા ડેમના અન્ય ગેટ ખોલી પાણી છોડાશે. સંભવિત વિસ્તારો હજુ પણ એલર્ટ પર જ રાખી ગામના તલાટી, સરપંચને ગામ પર રહેવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment