કરૂણાંતિકા:સંતરામપુરના હાડાની સરસણ ગામમાં તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જતાં મોત - Alviramir

કરૂણાંતિકા:સંતરામપુરના હાડાની સરસણ ગામમાં તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જતાં મોત

વડોદરા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બન્ને બાળકોના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની હાડાની સરસણ ગામે તળાવમાં બાળકો ન્હાવા પડ્યા હતા. જેમાં ડૂબી જવાથી બે બાળક પ્રિન્સ અને કિશનના મોત થયા છે. ગામના તળાવમાં એકસાથે ચાર બાળકો ન્હાવા માટે ગયા હતા. પરંતુ કિશન અને પ્રિન્સ બહાર ન આવતા બહાર નીકળેલા બે બાળક તેમના ઘરે ગયા હતા. આ બન્નેએ પરિવારજનોને કહેવા લાગ્યા હતા કે, કિશન અને પ્રિન્સ તળાવમાંથી બહાર નીકળતા નથી. આથી પરિવારજનો અને ગ્રામજનો ગામનો તળાવ પાસે પહોંચી આવ્યા હતા અને તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ બન્નેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા.

બન્ને બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડાયા
આ ઘટના બનતા જ સ્થાનિક સરપંચે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સરકારી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને બાળકોનો પંચ કેસ કરવામાં આવ્યો હતો. બન્ને બાળકના મૃતદેહને 108 મારફત લુણાવાડા હોસ્પિટલ પીએમ માટે ખસેડ્યા હતા.

ગામના તળાવમાં બાળકો ન્હાવા પડ્યા હતા.

ગામના તળાવમાં બાળકો ન્હાવા પડ્યા હતા.

પ્રિન્સ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો
પ્રિન્સકુમાર પ્રવીણભાઈ રાવલની ઉંમર 12 વર્ષ અને કિશનકુમાર ભરતભાઈ રાવલની ઉંમર 12 વર્ષ હતી. જ્યારે પ્રિન્સ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. આ કરૂણ ઘટના બનતા ગ્રામજનોમાં ભારે શોક જોવા મળ્યો હતો. આ ઘટનાની સંતરામપુર પોલીસ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment