કરોડોનો વેરો બાકી:મહેસાણામાં 6 હજારથી વધુ કરદાતાઓ પાસેથી જુના 6.81 કરોડનો વ્યવસાય વેરો વસૂલવાનો બાકી - Alviramir

કરોડોનો વેરો બાકી:મહેસાણામાં 6 હજારથી વધુ કરદાતાઓ પાસેથી જુના 6.81 કરોડનો વ્યવસાય વેરો વસૂલવાનો બાકી

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 17,446 કરદાતાઓને રૂ 2.80 કરોડના વ્યવસાય વેરાના બિલ કુરિયર મારફતે મોકલાયા
  • વેરા વસૂલાત સઘન બનાવવા સૂચના આપવામાં આવી

મહેસાણામાં 6000 થી વધુ કરદાતાઓ પાસેથી જુના 6.81 કરોડ વ્યવસાય વેરો વસૂલવાનો બાકી છે. તેમજ 17,446 કરદાતાઓને રૂ 2.80 કરોડના વ્યવસાય વેરાના બિલ મોકલવામાં આવ્યા છે. નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યવસાય વેરો ભરપાઈ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
કરદાતાઓને બિલ ઘરે બેઠા મળી જાય તેવી વ્યવસ્થા
​​​​​​​​​​​​​​મહેસાણા નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યવસાય વેરો ભરપાઈ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. ત્યારે નગરપાલિકા દ્વારા પ્રથમ વખત 17,446 કરદાતાઓને તેમના રૂ 2,80,74,847 ના વ્યવસાય વેરાના બાકી બિલ મોકલી આપ્યા છે. મહેસાણા પાલિકાએ પ્રથમ વખત વ્યવસાય વેરાના કરદાતાઓને બિલ ઘરે બેઠા મળી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. તેના ભાગરૂપે 17,446 કરદાતાઓને 2.80 કરોડના વ્યવસાય વેરાના બાકી બિલો કુરિયર મારફતે મોકલી આપવામાં આવ્યા છે.

વસૂલાત સઘન બનાવવા સૂચના
વેરો ભરવાની તારીખ 30 સપ્ટેમ્બર હોય અને ત્યારબાદ દર મહિને દોઢ ટકા વ્યાજનું ભારણ કરદાતાઓ પર લાગુ પડતું હોવાથી જુલાઈ પૂરો થાય તે પહેલા તમામ માગણા બિલો કરદાતાઓને મળી જાય તેવી સુવિધા અમલી કરાઈ છે. આ ઉપરાંત 6000થી વધુ કરદાતાઓ પાસેથી જુના રૂ 7 કરોડ 81 લાખ 45 હજાર રૂપિયા બાકી છે. તેની વસૂલાત સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment